રાપર નગરપાલિકા દ્વારા 32 લાખ ના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે

 રાપર નગરપાલિકા દ્વારા 32 લાખ ના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે

રાપર વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર મા વરસો અગાઉ દાતાઓ ના સહયોગ થી વીસેક જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા પરંતુ યોગ્ય જાળવણી ના અભાવે આ કેમેરા ધુળ ખાઈ રહ્યા છે રાપર નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પંદર મા નાણાં પંચ ની ગ્રાન્ટ માંથી અંદાજે 32 લાખ ના ખર્ચે 63 જેટલા સીસીટીવી કેમેરા લગાવવા માટે ગતિ વિધિ હાથ ધરવામાં આવી છે જે નગાસર તળાવ ના વોકિંગ સ્થળ પર ફરતા મામલતદાર કચેરી રોડ પર આવેલા સર્કલ થી નગરપાલિકા કચેરી પોલીસ સ્ટેશન સુધી ..નંદાસર નર્મદા કેનાલ થી પાણી પુરવઠા યોજના સુધી તથા મામલતદાર કચેરી સુધી તેમજ ત્રંબૌ ચોકડી તથા અન્ય જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે તદુપરાંત જુના બંધ પડેલા સીસીટીવી કેમેરા નું યોગ્ય રીતે રિપેરીંગ કામ કરી ચાલુ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવશે 

આ માટે રાપર પીઆઈ વી.કે ગઢવી નગરપાલિકા ના ચીફ ઓફિસર નવઘણભાઈ કડ દિનેશ ભાઈ સોલંકી વિનુભાઈ થાનકી મહેશ સુથાર વિગેરે વચ્ચે બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ સુચનો કરવા મા આવ્યા હતા આમ વધુ એક વખત રાપર શહેર મા ત્રીજી આંખ સમાન સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain