ભુજના યુવાન દ્વારા 26મી જાન્યુઆરીના રિલીઝ થનાર 'મેરી માટી, મેરા દેશ ' ડોક્યુમેન્ટ્રીની શરૂઆત કરાઈ

ભુજના યુવાન દ્વારા 26મી જાન્યુઆરીના રિલીઝ થનાર 'મેરી માટી, મેરા દેશ ' ડોક્યુમેન્ટ્રીની શરૂઆત કરાઈ

ભુજના યુવાન ધૈર્ય છાયા દ્વારા કચ્છમાં નિર્માણ પામનારી 'મેરી માટી , મેરા દેશ ' ડોક્યુમેન્ટ્રીનું સાંસદ વિનોદ ચાવડાના અને કચ્છ  ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદના હસ્તે સ્ટાર્ટ અપાયો હતો. આ ડોક્યુમેન્ટ્રી 26 મી જાન્યુઆરીના રિલીઝ કરવામાં આવશે. 

ભારતના યશશ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે 'મેરી માટી , મેરા દેશ' ના વિચારને વધાવી લઇ ભુજના યુવાન ધૈર્ય છાયા દ્વારા ખાસ ડોક્યુમેન્ટ્રી તૈયાર કરવામાં આવશે. આ ડોક્યુમેન્ટ્રીમાં કચ્છના તમામ તાલુકાઓને આવરી લેવામાં આવશે. દરેક જગ્યાઓઍ થી માટી એકત્ર કરી શહીદોને અંજલિ અર્પવામાં આવશે.

આ પ્રસંગે  શ્રી ચાવડા અને શ્રી વરચંદના હસ્તે ધૈર્ય છાયાને સર્ટિફિકેટ આપ્યું હતું.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain