ગાંધીધામ કોટૅના જજ શ્રી નો મહત્વ નો‌ ચુકાદો આવ્યો સામે દુષ્કર્મ કરનાર આરોપી ને 10 વર્ષ ની જેલની સજા અને દંડ ફટકારાયો આવા કૃત્યો કરનારાઓમાં ફફડાટ

 ગાંધીધામ કોટૅના જજ શ્રી નો મહત્વ નો‌ ચુકાદો આવ્યો સામે 

દુષ્કર્મ કરનાર આરોપી ને 10 વર્ષ ની જેલની સજા અને દંડ ફટકારાયો આવા કૃત્યો કરનારાઓમાં ફફડાટ

ગાધીધામ સગીરાનું અપહરણ કરીને તેના પર દુષ્કર્મ આચરનાર આરોપીને ગાંધીધામની કોર્ટ દ્વારા ૧૦ વર્ષની કેદ તથા રૂ.૨૩ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ કેસની વિગતો અનુસાર ગત તા.૧૮-૪-૨૦૧૪ના રાજસ્થાનના આરોપી મહેન્દ્ર મફારામજીએ ૧૭ વર્ષની સગીરાને બદકામ કરવાના ઇ રાદે લલચાવી-ફોસલાવીને અપહરણ કરીને જઇને અલગ-અલગ જગ્યાએ લઇ જઇને સગીરાની મરજી વિરુદ્ધ “દુષ્કર્મ આચર્યું હતું.

આ અંગે મળતી માહિતી મુજબ તા. ૧૮-૮-૨૦૧૪ના આરોપી મહેન્દ્ર મફારામજી મેઘવાર (રહે. રાજસ્થાન) વાળાએ ઉ.વ.૧૭ વર્ષીય સગીરાને બદકામ કરવાના ઇરાદે લલચાવી ફોસલાવીને અપહરણ કરી લઇ જઇભોગ બનનારની ઉંમર નાની હોવા છતા તેના સાથે અલગ અલગ જગ્યાએ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી ગુનો કયી હતો. તે અંગેની ફરીયાદ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવવામાં આવી હતી 

ફરિયાદ બાદ આરોપી એક વર્ષ સુધી નાસતો ફરતો રહ્યો હતો જે અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવાયો હતો. જેની પોલીસે તપાસ કરીને આરોપીને પકડી પાડ્યો હતો અને સગીરાને તેના પરિવારને સોપી કોર્ટસમક્ષ ચાર્જસીટ રજૂ કરી હતી. આ કેસ ગાંધીધામ ખાતે એડી.સેશન્સ જજ તેમજ (સ્પે.પોક્સો)ની કોર્ટ સમક્ષ ચાલતા કેસમાં કોર્ટમા સરકાર તરફે સાહેદો તથા દસ્તાવેજી આધારો, મેડીકલ પુરાવાઓ રજૂ કરવાંમાં આવ્યા હતા.

કોર્ટ દ્વારા તા.૨૯-૯- ૨૩ના હુકમ આપતાં જણાવ્યું હતું કે, આઇપીસી કલમ ૩૬૩ના ગુનામાં ૫ વર્ષની સખત કેદ તથા રૂ.૩ હજારનો દંડ, જો દંડ ન ભરે તો ૩ માસની સાદી કેદ. આઇપીસી ૩૬૬ના ગુનામાં ૭ વર્ષની સખત કેદ અને રૂ.પ હજારનો દંડ, જો દંડ ન ભરે તો ૩ માસની સાદી કેદ, આઇપીસી ૩૭૬ના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદ તથા રૂ.૭૫૦૦નો દંડ અને દંડ ભરે તો ૩ માસની સાદી કેદ, પોક્સો એક્ટની કલમ ૬ના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદ તથા રૂ.૭૫૦૦નો દંડ, જો દંડ ન ભરે તો ૩ માસની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી

જે પુરાવાઓને તેમજ સરકારી વકીલ મહેન્દ્રસિંહ જાડેજા ધારદાર દલીલને ગ્રાહય રાખીને તા.૨૯-૯ના રોજ આરોપીને દોષીત ઠેરવવામાં આવ્યો હતો અને આઈ.પી.સી.ની અલગ અલગ કલમો હેઠળ ૧૦ વર્ષની કેદની સજા ઉપરાંત રૂ. ૨૩ હજાર દંડ અને રૂ. ૨૦,૦૦૦ ભોગ બનનારને વળતર તરીકે ચુકવા તેમજ વિકટીમ કંપેન્સેશન સ્કીમ હેઠળ ભોગબનારને વળતર પેટે રૂ.૨,૦૦,૦૦૦નો વળતર ચુકવવાની ભલામણ કરતો ધાક બેસાડતો ચુકાદો આપવામાં આવ્યો હતો. આ કેસમાં 7 ફરીયાદીના વકીલ તરીકે જે.કે. અબચુંગ હાજર રહ્યા હતા - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain