પોલીસ બેડામાં હડકંમ:કડીમાં સ્ટેટ મોનિટરીગ સેલના દરોડા બાદ SPની કડક કાર્યવાહી, PI,PSI સહિત 3 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા
મહેસાણા જિલ્લાના કડીમા થોડા દિવસ અગાઉ 24 કલાકમાં સ્ટેટ મોનિટરીગ સેલની ટીમે દરોડા પાડી જુગાર અને દારૂ ઝડપી લીધો હતો. જ્યાં સમગ્ર ઘટના બાદ જિલ્લા પોલીસ વડાના આદેશથી કડી પોલીસ મથકના પી.આઈ., પી.એસ.આઈ સહિત 3 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેને પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.
કડીમાં મલારપુરામાં ચાલતા ડેનીના જુગાર ધામના અડ્ડા પરથી ગાંધીનગર સ્ટેટ મોનિટરીગ સેલની ટીમે ખાનગી વેશમાં આવી દરોડા પાડી જુગાર ધામ ઝડપી લીધું હતું. જેમાં સ્ટેટ મોનિટરીગ સેલની ટીમે 18 જુગારીને 3.57 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા. ત્યારબાદ થોળ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં દારૂ રાખી વેપાર કરતા લિસ્ટેડ બુટલેગરને પણ સ્ટેટ મોનિટરીગ સેલની ટીમે દારૂ સાથે ઝડપી લીધો હતો. આમ 24 કલાકમાં કડીમાં સ્ટેટ મોનિટરીગ સેલની ટીમે દરોડા પાડતા સ્થાનિક પોલીસની કામગીરી પર શંકા જતા જિલ્લા પોલીસ વડા દ્વારા હાલમાં સસ્પેન્સ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં કડી પોલીસમાં ફરજ બજાવતા પી.આઇ એન.આર.પટેલ, પી.એસ.આઈ બી.પી મકવાણા, તેમજ પોલીસ કોન્સ્ટેબલ નીતિન ભાઈ, મહેશજી અને મકસુંદ ભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Post a Comment