મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ માટે યુવક કોંગ્રેસ દ્વારા 'Shakti Super She' નું લોન્ચીંગ

 મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ માટે યુવક કોંગ્રેસ દ્વારા 'Shakti Super She' નું લોન્ચીંગ

આજરોજ પૂર્વ કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ભારતીય યુવક કોંગ્રેસ ના અધ્યક્ષ શ્રીનિવાસ બી.વી ના આદેશ મુજબ ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ શ્રી હરપાલસિંહ ચુડાસમા ના માર્ગદર્શક હેઠળ મહિલા સશક્તિકરણ ને પ્રોત્સાહન આપવા માટે નારી સન્માનમાં મહિલાઓના હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યું સાથે SHAKTI SUPER SHE કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવ્યું, જેમા કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસ ના પ્રમુખ નિતેશ લાલન એ જણાવ્યુ હતુ કે હાલમાં સમગ્ર દેશમાં મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણને લઈને અનેક પ્રશ્નાર્થ ચિન્હો ઉભા થયા છે, મહિલાઓ પરના અત્યાચારો વધી રહ્યા છે તેને રોકવા માટે મહિલાઓને જાગૃત થવું જરૂરી છે. મહિલાઓ આગળ આવે અને અસમાનતાને દૂર કરવા માટે યુવક કોંગ્રેસે "Super Shakti SHE" પ્રોગ્રામ શરૂ કર્યો છે 

જેથી દેશની દરેક મહિલા તેના અધિકારો અને હિસ્સા માટે કોઈના પર નિર્ભર ન રહે. કોંગ્રેસ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીએ હંમેશા વધુને વધુ મહિલાઓને રાજકારણમાં લાવવાનો પ્રયાસ કર્યો છે, જેના કારણે ભારતીય યુવક કોંગ્રેસે સંગઠન સ્તરે 33% મહિલા અનામત હેઠળ સંગઠનમાં મહિલાઓની મહત્તમ ભાગીદારી કરવાનો પ્રયાસ કર્યો છે. યુવક કોંગ્રેસ ભૂતકાળમાં પણ અનેક કાર્યક્રમો દ્વારા આવા પ્રયાસો કરતી રહી છે અને ભવિષ્યમાં પણ કરતી રહેશે.

વધુમાં કહ્યું કે "Shakti Super SHE" કાર્યક્રમ દેશની મહિલા શક્તિના સશક્તિકરણ માટે એક પ્રયાસ છે, જ્યારે ભારતની દરેક મહિલા તમારી સશક્ત નહી થાય ત્યાં સુધી ભારત એક મજબૂત રાષ્ટ્ર ન બની શકે યુવક કોંગ્રેસ મહિલાઓ માટે અનેરું પ્લેટફોર્મ પૂરું પાડશે.

 આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ નિતેશ લાલન, ગાંધીધામ શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ મુકેશભાઈ મહેશ્વરી, અમીત ચાવડા, અમૃતાદાસ ગુપ્તા, કોમલ ચૌધરી,બિંદુબેન યાદવ, કોકીલાબેન ધેડા, રાધાસિંગ ચૌધરી, નજમાબેન અંસારી, જુમાબેન મહેશ્વરી, ઉમા શૈની, શેરબાનુબેન ખલીફા, જ્યોતિબેન માંગલાની, ફાતિમાબેન, રીતીકાબેન, અંજુબેન, સીમાબેન રોય, રેખાબેન કેવલરામાણી, ફાતિમાબેન, મંજુલાબેન, દર્શિતાબેન, પ્રશાંત દનિચા, જયેશ થારુ, ભાવિન દનીચા, પ્રતીક સેંગલ, સાહિલ સુંઢા, વિપુલ ધુલિયા, ખુશાલ સુરા, નવીન અબચુંગ, જોબભાઈ, વિશાલ ધેડા સહિત ના યુવક કોંગ્રેસ ના કાર્યકર્તાઓ રહ્યા હતા.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain