ગાંધીધામ તાલુકાના રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના બહેનો દ્વારા આપણા દેશના B.S.F આર્મી વીર જવાન ભાઈઓના લાંબા આયુષ્ય માટે રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
ગાંધીધામ તાલુકાના પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના મહિલા સશક્તિકરણ ટીમ દ્વારા ગાંધીધામ તાલુકામાં આવેલ B.S.F (બોર્ડર સેના ફોજ) ના આર્મી વીર જવાન ભાઈઓના લાંબા આયુષ્ય માટે રાખડી બાંધી તેમની લાંબી ઉમ્ર માટે ભગવાન પાસે પ્રાર્થના કરવામાં આવી.
તેમજ આ B.S.F ના આર્મી વીર જવાન ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધન કાર્યક્રમને સફળ બનાવવા આ કાર્યક્રમનું આયોજન ગાંધીધામ તાલુકાના રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના પ્રમુખ શ્રી ભરતભાઈ ધરજીયા, મહામંત્રી શ્રી રમેશભાઈ પ્રજાપતિ અને ગાંધીધામ તાલુકાના મહિલા અધ્યક્ષ શ્રીમતી દક્ષાબેન ભાટીએ કર્યું હતું.
આ તકે ગાંધીધામ તાલુકાના રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના પ્રમુખ અને કચ્છ જિલ્લાના પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના ઉપ પ્રમુખ શ્રી ભરતભાઈ ધરજીયા, મહામંત્રી શ્રી રમેશભાઈ પ્રજાપતિ, તાલુકા મહિલા અધ્યક્ષ શ્રીમતી દક્ષાબેન ભાટી, જિલ્લા પ્રતિનિધિ શ્રી પ્રહલાદભાઈ ગલચર, શ્રીમતી જશોદાબેન ડાંગર, મહિલા પ્રતિનિધિ શ્રીમતી જિજ્ઞાસાબેન પટેલ, શ્રીમતી જિંદલબેન પટેલ, અનિતાબેન યાદવ, ભૂમિકાબેન, નેહાબેન પટેલ, આરતીબેન પટેલ, કિંજલબેન પટેલ, નિશાબેન ચાવડા, ગૌરીબેન પંડ્યા, ભૂમિબેન સોલંકી, સોનલબા જાડેજા, હેતલબેન પ્રજાપતિ, તેમજ બીજા અન્ય સદસ્ય એમ કુલ 60 જેવા સદસ્યોએ હાજરી આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Post a Comment