કચ્છ બ્રાન્ચ કેનાલ મા સલીમગઢ ખાતેથી ૩૦૦થી વધુ ક્યુસેક પાણી છોડાયું આગામી દિવસોમાં પાણી આવવા ની શક્યતા
કચ્છ જિલ્લા ની જીવાદોરી સમાન કચ્છ નર્મદા કેનાલ મા રાજ્ય સરકાર દ્વારા કચ્છ ના ખેડૂતો ને ખેતી માટે પાણી મળે તે માટે રાજ્ય ના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કચ્છ બ્રાન્ચ કેનાલમાં સલીમગઢ થી 300 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે જે આગામી પાંચ દિવસ સુધીમાં કચ્છ પહોંચશે નર્મદાના પાણી રાજસ્થાન તરફ જતી કેનાલમાં પાણીનો જથ્થો વધતાં વધારાનું પાણી કચ્છ ની જીવાદોરી સમાન કચ્છ બ્રાન્ચ કેનાલમાં વહેતું કરાશે ૧૦૦૦ ક્યુસેક આવવા ની શક્યતા છે નર્મદા કેનાલ મા પાણી મુદ્દે કચ્છ ના કિસાનો ની રજૂઆત ના પગલે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા
કચ્છના કિસાનો માટે આશીર્વાદરૂપ એવી કચ્છ શાખાની નર્મદા નહેરમાં ફરી એકવખત નર્મદાના નરી વહેતા કર્યા છે . ચાલુ વર્ષે થયેલા વ્યાપક વરસાદના પગલે સરદાર સરોવર ડેમની સપાટી ૧૩૨ સુધી પહોંચી છે. લાંબા સમયથી તળિયાઝાટ થઈ ગયેલી કચ્છ શાખાની નહેરમાં પાણી છોડવાની માંગ પ્રબળ બની હતી. કચ્છમાં પાછોતરા વરસાદમાં વિલંબ થતાં ખેતરમાં ઊભેલા પાક માટે પાણીની ખેંચ ઊભી થઈ છે. પોતાના પાકને બચાવી લેવા મરણિયા પ્રયાસો કરતા કિસાનોએ નર્મદા નહેરમાં પાણી છોડવા માંગ કરી હતી.
કચ્છના લાગણી અને માંગણી સરકાર સુધી પહોચી છે અને આખરે કચ્છ શાળાની નહેરમાં સલીમગઢ ખાતેથી ૩૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હોવાના અહેવાલ મળી રહ્યાં છે. નર્મદાની પાણી કેનાલમાં માં વહેતા થયા છે
૩૦૦ ક્યુસેક પાણી આગામી પાંચ દિવસમાં કચ્છની કેનાલમાં પહોંચશે. આ ઉપરાંત વધારાના પાણીની માંગ પણ સંતોષાય તેવા સકારાત્મક સંકેતો પ્રાપ્ત થયા છે. મોડી સાંજ સુધી કચ્છ શાખાની નહેરમાં ૧ હજાર ક્યુસેક પાણી વહેતું થાય તેવી શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સલીમગઢ ખાતે આવેલા જીરો પોઈન્ટ પરથી ગત ૨૦મી જુલાઈથી કચ્છ કેનાલમાં પાણી શરૂ કરાયું હતું. જે ૨૩૭ સુધી ૩૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ૨૪૭થી ૧૭૮ સુધી ૧૦૦ ક્યુસેક પાણી ચાલુ રખાયું હતું જે બાદમાં બંધ કરી દેવાયું હતું. સરદાર સરોવર ડેમમાં પાણી હોવા છતાં કચ્છના કિસાનોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા હતા. સરકારે કિસાનોની લાગણી અને માગણીને ધ્યાને લઈ કચ્છ શાખાની નહેરમાં હાલે ૩૦૦ ક્યુસેક પાણી છોડયું છે જે આગામી પાંચ દિવસમાં કચ્છ પહોંચશે તેવી સંભાવના છે જોકે કચ્છના કિસાનોએ કચ્છ શાખાની નહેરમાં ૧૫૦૦ ક્યુસેક પાણી છોડવાની માંગ છે
Post a Comment