પૂર્વ કચ્છમાં પોલીસ કહેશે ગૂડ મોર્નિંગ!
પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ગૂડ મોર્નિંગ પૂર્વ કચ્છ કાર્યક્રમ હેઠળ તમામ પોલીસ મથકોના વિસ્તારોમાં જુદા-જુદા બગીચાઓમાં જઈ પી. ટી. પરેડ યોજાઈ હતી તથા આમ જનતા સાથે સંવાદ કરી લોકોના અભિપ્રાયો - પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા. પૂર્વ કચ્છના પોલીસવડા સાગર બાગમારનાં માર્ગદર્શન અને આગેવાની હેઠળ પૂર્વ કચ્છ જિલ્લાના તમામ પોલીસ મથક વિસ્તારોમાં બાગબગીચા, વોકિંગ ટ્રેકમાં ગૂડ મોર્નિંગ પૂર્વ કચ્છ અંતર્ગત પી. ટી. પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.
Post a Comment