જુગા૨નો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી લાકડીયા પોલીસ

 જુગા૨નો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી લાકડીયા પોલીસ

મે.પોલીસ મહાનિરક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા સાગ૨ બાગમાર સાહેબ પોલીસ અધિક્ષશ્રી પુર્વ-કચ્છ ગાંધીધામ તથા સાગર સાંબડા સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભચાઉ વિભાગ ભચાઉનાઓ તરફથી જિલ્લામાં પ્રોહિબીશન તથા જુગારની બદી ને૨ત નાબુદ કરવામા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ લાકડીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર.આર.વસાવાનાઓની સુચના મુજબ ટાફના માણસો પ્રોહિ-જુગારના કેશો શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે મળેલ હકિકત આધારે લાકડીયા ગામમાં નદીકાંઠે મેલડી માતાજીના મંદિ૨ પાસે જાહેર ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગા૨ ૨મતા આરોપીઓને પકડી પાડી જુગા૨ધા૨ા તળે ગુનો ૨જીસ્ટર્ડ કરી આગળની કાયદેસ૨ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ:-(૧) મહેશ કાનજીભાઈ કોલી ઉ.૫-૨૫ (૨) બાબુ ક૨શનભાઇ કોલી ઉ.૫-૪૬ (૩) હીરા બાબુભાઈ કોલી ઉ.૫-૪૨ ૨હે.ત્રણેય લાક્ડીયા તા.ભચાઉ કચ્છ

કબ્જે કરેલ મુદ્દામાલઃ- (૧) રોકડા રૂપિયા-૧૦,૨૦૦/- (૨) ગંજીપાના નંગ-૫ર - કિમત - ૦૦ ./- (૩) નોકીયા કંપનીનો સાદો મોબાઇલ ફોન નંગ-૧કિ.રૂ-૧,૦૦૦/- એમ કુલ કિ.રૂ-૧૧,૨૦૦/-

આ કામગીરી પોલીસ ઇન્સપેક્ટર આર.આર.વસાવા, પો.હેડ કોન્સ. સામતભાઈ ડાભી, પો.કોન્સ. શૈલેષભાઈ જેઠવા તથા હકુમર્તાસંહ જાડેજા તથા દિલીપભાઈ ચૌધરી અને વરજાંગભાઈ રાજપુત દ્વા૨ા ક૨વામાં આવેલ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain