રાપર તાલુકા ના સરહદી કુડા લોંદ્રાણી માંથી શંકાસ્પદ શખ્સ ને સ્ટેટ આઇબી એ ઝડપી પાડયો

 રાપર તાલુકા ના સરહદી કુડા લોંદ્રાણી માંથી શંકાસ્પદ શખ્સ ને સ્ટેટ આઇબી એ ઝડપી પાડયો 

પૂર્વ કચ્છ જિલ્લા ની આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા વાગડ વિસ્તારના રાપર તાલુકા ના રણ વિસ્તાર કે જે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે ત્યારે આ વિસ્તારમાં અવારનવાર સ્ટેટ ઈન્ટેલિજન્સ દ્વારા પેટ્રોલીંગ હાથ ધરવામાં આવે છે ત્યારે આજે ભુજ રિજિયન ના ડીસીઆઇ નરેશ કણઝારીયા ના માર્ગદર્શન હેઠળ એમ.પી.સુથાર, સીનીયર ઇન્ટેલીજન્સ ઓફિસર, રાપર ઇન્ટે. સેન્ટર, ભુજ રીજીયન, સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો રાપર બોર્ડર સેન્ટરના એ.આઇ.ઓ. પી.એચ.ડાંગરનાઓ રાપર વિસ્તારના સરહદી વિસ્તારના ગામો તથા બી.એસ.એફ. બોર્ડર આઉટ પોસ્ટો. વિસ્તારમાં સરકારી વાહન બોલેરો થી  ઇન્ટે. વોચ કામે હતા. દરમિયાન સાડા પાંચ વાગ્યાના અરસામાં કુડા બી.એસ.એફ. બી.ઓ.પી. થી લોદ્રાણી તા. રાપર જિ.કચ્છ તરફ જતા આશરે ૩૦૦ મિટર જેટલા અંતરે એક શંકાસ્પદ ઇસમ કાળા કલરની કોલેજ બેગ સાથે લોદ્રાણી તરફ જતો જોવા મળેલ જે ઇસમને તેનુ નામ પુછતા દિનેશ લક્ષ્માનન તેવર રહે. થેની. તમીલનાડુ વાળો હોવાનું જણાવેલ . જે ઇસમને તેની આ જગ્યાએ હાજરી અંગે પુછતા સંતોષકારક જવાબ આપેલ ન હોઇ. જેથી આ ઇસમની હિલચાલ શંકાસ્પદ જણાતા મજકુર ઇસમને આગળ જે જગ્યાએ જવુ હોઇ ત્યા ઉતારી દેશુ તેવુ જણાવતા તે અમારી સાથે બોલેરોમાં બેસવા તૈયાર થયેલ અને મજકુર ઇસમને યુક્તિ-પ્રયુક્તિનો ઉપયોગ કરતા વાતચીતમાં વ્યસ્ત રાખી  બાલાસર પોલીસ સ્ટેશન ખાતે લઇ આવવામાં આવેલ

બાલાસર પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.ઓ. પ્રકાશભાઇ  દેલહાણીયા પોલીસ હેડ કોન્સટેબલ ફરજ પર હાજર હોઇ જેઓને ઉપરોક્ત ઇસમની શંકાસ્પદ હિલચાલ સ્થિતીમાં મળી આવેલ હોવા અંગે સમજ કરી તેઓની હાજરીમાં મજકુર ઇસમ પાસે રહેલ કાળા કલરનો V-ONE કંપનીનો  ખાના વાળો કોલેજ બેંગ  ની ચકાસણી કરતા બેગમાંથી નીચે મુજબ વસ્તુઓ મળી આવેલ.  સફેદ કલરના નોબુક પાના પર ભારતીય ક્ષેત્રના અંગ્રેજીમાં ધોળાવિરા, અમરાપર, લોદ્રાણી, બાલાસર, દેશલપર, વમોટી, તેમજ પાકિસ્તાની ક્ષેત્રના નગરપારકર, અલીગામ, ઇસ્લામકોટ, હૈદરાબાદ દહેરલાઇ, કાસ્બો, સુરાચંદ સહિત પાકિસ્તાન નો 

દર્શાવતો હાથથી બનાવેલ નકશો.. જુદા જુદા દરની ભારતીય ચલણ નોટ નંગ-૦૨ કુલ્લ રૂ.૨૦/- રૂ.૦૨/- ના દરના ભારતીય ચલણ સિક્કા નંગ-૦૨ કુલ્લ રૂ.૦૨/- (૬) ઇન્ડીયન બેંકનું ડેબીટ + પ્રિપેડ પ્લેટીનીયમ કાર્ડ  લાકડાના હાથા વાળી ચાકુ નંગ -૦૧ ન્યુ પાંડીયન બાંગ્લેશ,૩૩ રંગનાથન સ્ટ્રીટ, તા.નાગર ચેન્નઇ - નું બીલ જેમા વાસમોલ

રૂ.૫૦૦/- ના દરની ભારતીય ચલણ નોટ નંગ-૧૪ કુલ્લ રૂ.૭૦૦૦/- રૂ.૨૦૦/- ના દરની ભારતીય ચલણ નોટ નંગ-૧૩ કુલ્લ રૂ.૨૬૦૦/-

રૂ.૧૦૦/- ના દરની ભારતીય ચલણ નોટ નંગ-૦૪ કુલ્લ રૂ.૪૦૦/-

રૂ.૫૦/- ના દરની ભારતીય ચલણ નોટ નંગ-૦૧ કુલ્લ રૂ.૫૦/- રૂ.૨૦/- ના દરની ભારતીય ચલણ નોટ નંગ-૦૨ કુલ્લ રૂ.૪૦/-

રૂ.૧૦/- ના દરના ભારતીય ચલણ સિક્કા નંગ-૦૩ કુલ્લ રૂ.૩૦/- રૂ.૦૫/- ના દરના ભારતીય ચલણ સિક્કા નોટબુક ફુડ પેકેટ  મેથી થેપલા ભારતીય પાસપોર્ટ  PERIYASAMY DINESH LAKSHMANAN રહે- ૧૧/૧૦ મીન નગર, ચિન્નામાનુર, થેની  તામીલનાડુ ના નામ નો તથા  પાનકાર્ડ નંબર ઓરીજનલ  ઝેરોક્ષ નકલ આધાર કાર્ડ પ્લાસ્ટીકના પારદર્શક ઝબલામા  નંબરનું નટ બોલ્ટ ખોલવાનું પાનુ ડાયમંડકંપનીનું સાયકલ ટ્યુબ સોલ્યુશન -૦૧ પંચર બનાવવા માટે ટાયર ખોલવા ઉપયોગમાં લેવામાં આવતા BALUAN કંપનીના કાળા પ્લાસ્ટીકના હાથા વાળા.. 

ડીસમીસ નંગ - પંચર બનાવવા માટે ઉપયોગમાં લેવાતી PEARL PATCH A-1 સીટ નંગ-૦૩ (ટીકડી નંગ -૧૨)  પાણી ભરેલ બોટલ  ક્ષમતા વાળી રાજા તથા બીસન્ત કંપની બોટલ ટોપરાના તેલની નાની ખાલી સીસી ઢાંકણા વગરનીસફેદ કલરની ટોપી કેશ કાલા વેન્યુશ કંપનીની લાલ કલરના પ્લાસ્ટીકના હાથાવાળુ પકડ દોરી જેની લંબાઇ આશરે – ૨૪ ફુટ એચ. ડી.એફ.સી. કંપનીનું ઇન્ડીસોફ્ટ પ્લેટેનીયમ ઇન્ટર નેશનલ ડેબીટકાર્ડ નાની કાતર.સીટી યુનિયન બેંકનું પ્લેટેનિયમ ડેબીટ કાર્ડ ઇન્ડીયન ડ્રાઇવિંગ લાયસન્સ (તમીલનાડુ) રેલ્વે ની  ચેન્નઇ થી છત્રપતિ શિવાજી મહા. ટર્મિ.મુંબઇ રેલ્વે પ્લેટફોર્મ ટીકિટ વેસ્ટર્ન રેલ્વે અમદાવાદ  તથા મુંબઇ  સુરેન્દ્રનગર સુધીની વેસ્ટર્ન રેલ્વે ટીકિટ. તમીલનાડુ સરકારી બસની ટીકિટ કોલગેટ એક્ટીવ સોલ્ટ ટુપેસ્ટ નંગ-૦૧ રૂ.૨૦/- વાળી સફેદ હાથ રૂમાલ નંગ-૦૨ જેના પર બ્લુ- સફેદ સ્ટીકર પર હેન્કિસ સાઇઝ એક ડાર્ક બ્લ્યુ કલરનું જેકેટ M સાઇઝનું જેના પર L-BR જિન્સ કંપનીનું લેબલ લાગેલ છે. બ્લુ તથા સફેદ ચેક્સ વાળુ લાલ તથા ગુલાબી લાઇનીંગ વાળો ટુવાલ -૦૧  સેમસંગ કંપનીનો મોબાઇલ ચાર્જ કરવા માટે ટ્રાવેલ એડેપ્ટર કેબલ સાથે  સેમસંગ કંપનીનો કાળા કલરનો સિંગલ કેમેરા વાળો મોબાઇલ જેની ડિસ્પ્લે પર સ્ક્રેચના નિશાન છે.

જેથી આ શંકાસ્પદ લાગતા શખસ પાસેથી મળી આવેલ કોલેજ બેગમાંથી શંકાસ્પદ ચિજવસ્તુઓ તેમજ પોતાની હાજરી બાબતે સંતોષકારક વિગત જણાવતો ન હોઇ મજકુર ઇસમની યોગ્ય પોલીસ તપાસ થવા બાલાસર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવે છે. આ શંકાસ્પદ હાલતમાં ફરતા શખ્સ ને સ્ટેટ ઇન્ટેલિજન્સ દ્વારા ઝડપી પાડવામાં આવતા  બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ના માર્ગદર્શન હેઠળ ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા બાલાસર પીએસઆઇ વી એ ઝા એસઓજી પીઆઇ ગુડ  રાપર પીઆઈ વી કે ગઢવી રાપર સીપીઆઇ જે બી બુબડીયા એસઓજી પીએસઆઇ એમ. એમ. ઝાલા સહિત ના તમામ પોલીસ અધિકારીઓ અને સેન્ટ્રલ એજન્સીઓ એ તપાસ હાથ ધરી પુછપરછ આરંભી હતી આ શખ્સ ને વધુ તપાસ માટે અન્યત્ર ખસેડવામાં આવ્યો છે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain