“માંડવી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતીપશ્રિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ,
પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પ્રોહિ તથા જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા માટે સખત સુચના આપવામાં આવેલ.જે સુચના અનુસંધાને એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ દેવજીભાઇ મહેશ્વરી તથા પો.હેડ.કોન્સ. વાલાભાઇ ગોયલ, બલભદ્રસિંહ રાણા, પ્રધ્યુમનસિંહ ગોહિલ, સુરજભાઇ વેગડા, શક્તિસિંહ ગઢવીનાઓ માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજભાઇ વેગડા તથા પ્રધ્યુમનસિંહ ગોહિલનાઓને સંયુકત ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, અશોક કેશર સંધાર રહે. પીપરી તા.માંડવી તથા મોહન ગોવીંદ ગઢવી રહે ભીસરા તા.માંડવી મુળ તથા અનિરૂધ્ધસિંહ રામસંગજી ચાવડા રહે, માંડવી વાળાઓ ભેગા મળી બહારથી ખેલીઓ બોલાવી ગુંદીયાળી ગામની ઉત્તર બાજુએ ગજણા તળાવથી થોડેક દુર પાણીના છેલ્લામાં ધાણીપાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે. જેથી ટીમ દ્વારા તુરત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ રેડ કરતા નીચે મુજબના ઇસમોને ધાણીપાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમતા નીચેની વિગતે મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.
પકડાયેલ ઇસમો (૧) અશોક મુરજી મહેશ્વરી ઉ.વ. ૩૭ રહે.મહેશ્વરીવાસ ગુંદીયાળી તા.માંડવી (જાણીતા જુગારી) (૨) રાજદીપસિંહ દીલીપસિંહ જાડેજા ઉ.વ. ૧ રહે. દરબારગઢ, ગુંદીયાળી તા.માંડવી (જાણીતા જુગારી)
પકડવાના બાકી ઇસમો (૧) અશોક કેશર સંઘાર રહે, પીપરી તા.માંડવી (જાણીતા જુગારી)(૨) મોહન ગોવીંદ ગઢવી રહે. ભીસરા તા.માંડવી મુળ રહે. પાંચોટીયા તા.માંડવી (જાણીતા જુગારી) (૩) અનિરૂધ્ધસિંહ રામસંગજી ચાવડા રહે માંડવી(૪) મો.સા. રજી, નંબર જીજે૧૨.ઇએચ. ૩૫૯૦ વાળીના ચાલક/માલીક(૫) મો.સા. રજી.નંબર જીજે.૧૨.ડીબી,૮૯૭ર વાળીના ચાલક/માલીક (૬) મો.સા. રજી નંબર જીજે૧૨,ઇજી.૪૪૯૩ વાળીના ચાલક/માલીક (૭) મો.સા. રજી.નંબર જીજે.૧૨.ઇએસ.૨૮૩૪ વાળીના ચાલક/માલીક (૮) મો.સા. રજી.નંબર જીજે.૧૨,ઇએલ.હર વાળીના ચાલક/માલીક(૯) મો.સા. રજી નંબર જીજે૧૨.એચએ.ર૩૮૬ વાળીના ચાલક/માલીક
કબ્જે કરેલ મુદામાલ - /-)રોકડા રૂપીયા ૨૪,૭૦૦/-મો.સા. નંગ-૦૭ કી.. ૨૮૦,૦૦૦/--ધાણીપાસા નંગ-૨ કી.ગ્ન, ૦૦/૦૦ - (કુલ કિ.રૂ.૩,૦૪,૭૦૦એમ કુલ કિ.રૂ.૩,૦૪,૭૦૦/-ના મુદામાલ સાથે ઉપરોકત પકડાયેલ ઇસમો વિરૂધ્ધ માંડવી મરીન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી માટે સોંપવામા આવેલ છે.
Post a Comment