બિદડાની યુવતી બીએસએફમાં જોડાઇ સરહદનું રખોપું કરશે

બિદડાની યુવતી બીએસએફમાં જોડાઇ સરહદનું રખોપું કરશે

કચ્છની દિકરીઓ ખૂબ જૂજ સંખ્યામાં સૈન્ય દળમાં જોડાતી હોય છે. તેવામાં માંડવી તાલુકાના બિદડા ગામની એક યુવતી સીમા સુરક્ષાદળમાં જોડાઇ સરહદનું રખોપું કરવા માટે સજ્જ બની છે. માંડવી તાલુકાના બિદડાના વતની એવા મારવાડા પાયલ શિવજીભાઇએ તાજેતરમાં રાજકોટ ખાતે આયોજીત લશ્કરી ભરતી મેળામાં ભાગ લીધો હતો. લેખિત પરીક્ષા, મેડિકલ ફીટનેસ સહિતના પસંદગી પ્રક્રિયાના તબક્કા પાર પાડી જાહેર થયેલા પરિણામમાં સીમા સુરક્ષાદળમાં જોડાવવાના સપનાને સાકાર કર્યું છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain