ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગ૨ બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગ૨ સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબિશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના ઇ.પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી.ખાંભલા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પ્રાઇવેટ વાહનથી ભચાઉ પો.સ્ટે વિસ્તા૨માં ના.રા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટર એસ.જી.ખાંભલા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે હરી ભારા બાલાસરા(આહીર) રહે નાની ચિરઈ તા.ભચાઉ વાળાએ ગોકુળગામથી ઉત્ત૨ બાજુ લાલમોરા સીમ વિસ્તારમાં આવેલ પોતાના માલીકીના ખેત૨માં પોતાના માણસો સાથે મળી ઈંગ્લીશ દારૂનું કટીંગ કરી રહેલ છે.જે બાતમી હકીકત આધારે પંચો તથા પોલીસ સ્ટાફ સાથે સદરહું જગ્યાએ જઈ રેઇડ કરતાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવતાં મુદ્દામાલ શોધી કાઢી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
કબ્જે કરેલ મુદ્દામાલ: (૧) ઓલસીઝન ગોલ્ડન કલેકશન વ્હીસ્કીની ૭૫૦ મી.લી ની બોટલો નંગ-૬ કિ.રૂ.૩૯૦૦૦/- (૨) રોયલ સ્ટેગ પ્રીમીયમ વ્હીસ્કીની ૭૫૦ મી.લી ની બોટલો નંગ-૩૦૦ કિ.રૂ.૧૨૦૦૦૦/- (૩) ઈમ્પેરીયલ બ્લુ રીઝર્વ વ્હીસ્કીની ૭૫૦ મી.લી ની બોટલો નંગ-૯૪ કિ.રૂ.૩૨૯૦૦/- (૫) એન્ડ્રોઈડ મોબાઈલ ફોન નંગ-૦૪ જે કી.રૂ ૪૦૦૦૦/- (૪) રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કીની ૭૫૦ મી.લી ની બોટલો નંગ-૧૩૧ કિ.રૂ.૬૫૫૦૦/- (૬)બોલેરો પીક અપ જેના રજી નંબર જી.જે ૧૨ એ.ઝેડ ૨૦૯૬ જે કી.રૂ ૩૫૦૦૦૦/- (૭) સફેદ કલ૨ની વરના ગાડી જેના ૨૭ નંબર જી.જે ૧૮ બી.બી ૮૦૧૮ જે કી.રૂ ૪૦૦૦૦૦/- (૮) હીરો કંપનીનું મો.સા જેના રજી નંબર જી.જે ૧૨ ઇ.જે ૪૧૦૮ જે કી.રૂ ૫૦૦૦૦/- (૯) એક કાળા કલરની એક્ટિવા જેના ૨જી નંબર જી.જે ૩૮ એ.એ ૧૭૪૯ જે કી.રૂ ૫0000/- (૧૦) સફેદ તથા વાદળી કલરની પ્લાસ્ટીકની ડોલ નંગ પર જે કી.રૂ ૨૬૦૦/- કુલ કિ.રૂ: ૧૧૪૭૦૦૦/-
પકડાયેલ આરોપી- (૧) રણમલ ભલા ભરવાડ ઉ.વ ૨૮ રહે પલાસવા તા.રાપર (૨) હીંદુભાઇ ચેતનભાઇ પરમાર ઉ.વ ૨૮ ૨હે.વાંકલપુરા તા.જી બાડમેર (રાજ.) હાલે રહે યશોદાધામ (નાની ચિરઈ) તા.ભચાઉ (3) તપાસમાં નીકળે તે
નાશી ગયેલ આરોપી :- (૧) હરી ભારા બાલાસરા(આહીર) રહે.નાની ચિરઈ તા.ભચાઉ
આ કામગી૨ી ઈ.પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી.ખાંભલા તથા પો.સબ.ઇન્સ પી.એન.ગમા૨ તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
Post a Comment