ભારતની સૌથી મોટી ઈન્કમટેકસ ની ટીમે કરી રેડ : રૂા.૧૬૩ કરોડ રોકડા ૧૦૦ કિલો સોનુ મળ્યા

 ભારતની સૌથી મોટી ઈન્કમટેકસ ની ટીમે કરી રેડ : રૂા.૧૬૩ કરોડ રોકડા ૧૦૦ કિલો સોનુ મળ્યા

તામીલનાડુમાં મોટુ ઓપરેશન: નિશાન બનનારા ઉદ્યોગપતિ નાગરાજનને માફીયા-રાજકીય નેતાઓ સાથે ધરોબો નસીબનો ખેલ ગમે ત્યારે રાજાને રંક અને રંકને રાજા બનાવી નાખતો હોય છે આવા જ એક કિસ્સામાં બકરી લે- વેચનો ધંધો કરતા તથા પશુપાલન કરનારાના પુત્ર નાગરાજન સેખાદુરઈ પર ઈન્કમટેકસે દરોડો પાડતા 163 કરોડ રૂપિયાની રોકડ તથા 100 કિલો સોનુ મળી આવ્યુ હતું. દેશના ઈતિહાસની આ સૌથી મોટી રેડ ગણવામાં આવે છે. બેસુમાર માત્રામાં રોકડ તથા સોનુ જોઈને આવકવેરા અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા.

આ દરમ્યાન સ્થાનિક માફીયા અને રાજકીય નેતાઓ સાથે સંબંધો વિકસાવ્યા હતા અને મોટા સરકારી કોન્ટ્રાકટ મળવા લાગ્યા હતા અને ત્રણ મોટી કંપનીઓ સ્થાપી હતી. કરોડોના ટેન્ડર મળવા લાગ્યા હતા તેને પગલે રાજકીય વિવાદ સાથે ભ્રષ્ટાચાર વિરોધી વિભાગમાં ફરીયાદ થઈ હતી.

ભ્રષ્ટાચારની ફરીયાદને પગલે આવકવેરા વિભાગે દરોડા ઓપરેશન હાથ ધર્યુ હતું. આ વખતે નાગરાજનનાં નિવાસેથી માત્ર 24 લાખની રોકડ જ મળી હતી. પરંતુ અન્ય 10 સ્થળોએ દલ્લો રાખતા હોવાની બાતમીનાં આધારે તપાસ લંબાવાતા કરોડો રૂપિયા મળ્યા હતા. નાગરાજનનાં સાથીદારો તથા કર્મચારીઓનાં નિવાસે તપાસ દરમ્યાન કુલ 163 કરોડની રોકડ તથા 100 કિલો સોનુ મળી આવ્યું હતું. અનેક કોમ્પ્યુટર હાર્ડડીસ્ક, દસ્તાવેજો

 સહીત અબજો રૂપિયાનાં વ્યવહારો દર્શાવતાં સાહીખને જપ્ત કરવામાં આવ્યું હતું આગળ ની તપાસ ચાલુ છે. રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain