કચ્છના યુવાને `રૂબરૂ મિસ્ટર ઈન્ડિયા'નો ખિતાબ મેળવ્યો
ગોવાના બોગમલો બીચ ખાતે યોજાયેલી `રૂબરૂ મિસ્ટર ઈન્ડિયા-2023ની સ્પર્ધાની 19મી આવૃત્તિમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી દિવ્યાંગ એવા કચ્છના ખટિયા ગામના 32 વર્ષીય ચેતન નારાણભાઈ જાજાણીએ ખિતાબ જીત્યો હતો. આ સિદ્ધિ મેળવનારા ગુજરાતના ક્રમિક યાદવ પછી તે બીજી વ્યક્તિ છે. તે હાલમાં કર્ણાટકના મેંગ્લોર સ્થિત કશાર્પ ફિટનેસમાં કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત છે. બે વર્ષની ઉમરે ચેતનને પોલિયોની અસર થઈ. શિક્ષણ પૂરું કરી એથ્લેટિક્સ ગેમ્સ અને પેરા પાવરલિફ્ટિંગ જેવી રમતોમાં ભાગ લઈ રાજ્યસ્તરે મેડલ મેળવ્યા.
Post a Comment