રાપર પોલીસે આલ્કોહોલ ધરાવતા ઠંડા પીણા ની બોટલો સુવઈ થી પકડી
પૂર્વ કચ્છ જિલ્લામાં આલ્કોહોલ જેવુ શંકાસ્પદ પ્રવાહી હર્બલ ટોનીક ની બોટલો ના વેચાણ કરતા તત્વો સામે પગલાં લેવા માટે પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથાલીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ભચાઉ વિભાગ ભચાઉ ના માર્ગદર્શન હેઠળ પુર્વ કચ્છ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર આલ્કોહલો પીણા અંગેની બદી નેસ્ત- નાબુદ કરવા સુચના આપેલ હોઇ જે આજરોજ સુવઈ ગામે પેટ્રોલીંગ દરમ્યાન રાપર પોલીસને મળેલ બાતમી હકીકતના આધારે રમેશભાઇ રામજીભાઇ વધાણ (ઓસવાળ) ઉ.વ-૩૧ ધંધો- ઠંડા પીણાની દુકાન રહ-પીરની દરગાહની સામે સુવઈ તા-રાપર કચ્છ વાળાના કબ્જા માંથી KAL MEGHASAVA ASAVA-ARISHTA 375 ML આસવ અરીસ્તાની બોટલો નંગ- ૫૦૦ જે એક બોટલ ની કી.રૂ.૧૦૦/- લેખે કુલ બોટલ નંગ-૫૦૦ ની કિ.રૂ ૫૦,૦૦૦/- ની આધાર- પુરાવા વગરની બોટલો નંગ-૫૫૦ સી.આર.પી.સી.કલમ ૧૦૨ કબ્જે કરી રાપર પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
કબ્જે કરેલ મુદામાલઃ-KAL MEGHASAVA ASAVA-ARISHTA 375 ML આસવ અરીસ્તાની બોટલો નંગ- ૫૦૦ જે એક બોટલ ની કી.રૂ.૧૦૦/- લેખે કુલ બોટલ નંગ-૫૦૦ ની કિ.રૂ ૫૦,૦૦૦ /-
કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર વી.કે.ગઢવી ના માર્ગદર્શન હેઠળ રાપરપોલીસ સ્ટાફ દ્વારા ઉપરોક્ત સફળ કામગીરી કરવામાં આવેલ છે.
Post a Comment