અંજા૨ પો.સ્ટે વિસ્તારમાંથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પુર્વ –કચ્છ, ગાંધીધામ
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા, તથા પોલીસ અધિક્ષકશ્રી સાગ૨ બાગમાર સાહેબ પૂર્વ કચ્છ,ગાંધીધામ નાઓ ત૨ફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ ક૨વા જરૂ૨ી સુચના આપેલ હોય જેથી શ્રી એમ.એમ.જાડેજા પોલીસ ઈન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ટીમ અંજાર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત આધારે ખંભરા ગેબનશા પીરથી ખેડોઇ સીમ વાળા કાચા રસ્તા પર મીરા ફાર્મ પાસે ખેડોઇ સીમ તા.અંજાર ખાતેથી નીચે જણાવ્યા મુજબનો પ્રોહી.મુદામાલ કબ્જે કરી કાયદેસ૨ની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવેલ છે.
આરોપીઓનાં નામ (૧) હરદીપસિંહ ઉર્ફે બોમ ઘનશ્યામસિંહ જાડેજા રહે.મોટી ખેડોઇ તા.અંજાર (૨) અજાણ્યો ઈસમ
કબ્જે કરેલ મુદામાલની વિગત :- = વિદેશી દારૂની બોટલો નંગ-૨૫૦ કિ.રૂ. ૭૫૦૦૦/- - મારૂતી ઇગ્નીશ કા૨ ૨જી.નં.જીજે-૧૨-એફએ-૫૪૬૩ કિ.રૂ. ૨,૦૦,૦૦૦/-કુલે કિ.રૂ. ૨,૭૫,૦૦૦/x-
આ કામગી૨ી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એમ.એમ.જાડેજા તથા પોલીસ સબ ઈન્સપેકટર એસ.એસ.વરૂ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.
Post a Comment