ફક્ત નવ ગામ ધરાવતા નાનકડા ગાંધીધામ તાલુકા નું ઔધોગિક વિકાસ થયું પરંતું પ્રજા પ્રાથમિક સુવીધાઓ થી વંચિત

 તાલુકો નાનો છે પણ પ્રાથમિક સુવિધા નથી મળતી.

કોંગ્રેસ નેતા ભરત સોલંકી ની વારંવાર રજૂઆત છતાં તંત્ર મોન ! હવે આંદોલન ની ચીમકી આપી ભરત ભાઈ સોલંકી એ.

ફક્ત નવ ગામ ધરાવતા નાનકડા ગાંધીધામ તાલુકા નું ઔધોગિક વિકાસ થયું પરંતું પ્રજા પ્રાથમિક  સુવીધાઓ થી વંચિત...

સૌથી નાનો તાલુકા અને ફક્ત નવ જ ગામ ધરાવતા ગાંધીધામ તાલુકો ઔધોગિક વિકાસ ની દ્રષ્ટીએ આગળ પડતું છે, પરંતું પ્રજા ને જે પ્રાથમિક સુવિદ્યાઓ સરકારે જે પાડવી જોઈએ તેનાથી પ્રજા વંચિત રહી ગઈ છે. મુખ્યત્વે ગામ ભારાપર - કિડાણા, શિણાય, અંતરજાર, ગળપાદર , મીઠી રોહર, ખારી રોહર, પડાણા, જવાહર નગર, ચૂડવા ગામો અને કંડલા કોમ્પલેક્ષ વિસ્તાર સાથે ૨૦૦૦ ની સાલ માં નવા બનેલા ગાંધીધામ તાલુકા માં આવેલા ગામડાઓ ની દુર્દશા થઈ ગઈ છે. શહેરી વિસ્તાર માં નગરપાલિકા ના વહીવટ થી ત્રાહિમામ પ્રજા તાલુકા પંચાયત ની હદ માં આવતાં ગામડાઓ માં નવી નવી સોસાયટીઓ માં વસવાટ અર્થે પોતાના રહેણાંક ના મકાન ખરીદી ને કે ભાડે રહેવા માટે આવી ગયા પરંતું અનેક નવી બનેલી સોસાયટી માં પ્રાથમિક સુવિધાઓ થી વંચિત લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ડેવલપર દ્વારા ધનાધન જમીનો એન એ કરી લોકો ને પ્લોટો કે મકાનો તો પધરાવી દીધા પરંતું સુવિદ્યાઓ ના નામે મીંડું છે.છેલ્લા કેટલાયે વર્ષો થી ભાજપ સાશિત તાલુકા પંચાયત છે, પરંતું અંદરો અંદર ના ખેંચતાણ નો ભોગ પ્રજા બની રહી છે. એટલું જ નહીં પરંતું ગામડાઓ માં વિકાસ ના કામો ન થઈ રહ્યાં હોવાના દાવા સાથે સત્તા પક્ષ ના જ સભ્યોએ રાજીનામા ધરી દીધા હતાં! તેમ છતાં સબ સલામત છે !

ઔધોગિક વિકાસ ને કારણે ગાંધીધામ તાલુકા ના ગામડાઓ ની ખેતી ની જમીન ને બિન ખેતી કરી ને ઉદ્યોગો બની ગયા અને રહેણાંક ની સોસાયટીઓ બની ગઇ છે. ઉદ્યોગો તો પોતાના આર્થિક બળે સુવિદ્યાઓ મેળવી લીધી પરંતુ રહેણાંક સોસાયટીઓ અને ગ્રામ્ય વિસ્તાર માં રહેતાં હજારો લોકો પ્રાથમિક સુવિદ્યાઓ જેવી કે પીવાનું સ્વચ્છ પાણી, રોડ, રસ્તાઓ, વીજળી, ગટર, શિક્ષણ, આરોગ્ય જેવી અનેકવિધ સુવિદ્યાઓ માટે નોકરી ધંધા મુકી ની આ બધી જરૂરિયાતો પાછળ દોડાદોડ કરતા પ્રજાજનો ની સમસ્યા ના નિરાકરણ માટે કોઈ ચુંટાયેલા પ્રતિનિધિઓ ને તેમજ અધિકારીઓ ને કોઈ સમય નથી.

આરોગ્ય માટે સરકારી હોસ્પિટલ રામબાગ અને ગામડાઓ માં આવેલ પી. એચ. સી. સેન્ટર માં અપુરતા ડોકટર, અન્ય સુવિધાઓ થી વંચિત છે.સરકારી શિક્ષણ નું તંત્ર તો ખાડે ગયું છે, નાછુટકે પ્રજા ને ખાનગી શાળાઓ માં પોતાના બાળકો ને ભણાવવા મોકલવા પડે છે, કારણ કે શિક્ષકો ની ઘટ, કેટલાક રીઢા શિક્ષકો ની શિક્ષણ પ્રત્યે બેદરકારી તેમજ કાયમી તાલુકા શિક્ષણ અધિકારી ની ખાલી જગ્યા ને કારણે શિક્ષણ ની ઘોર નીકળી ગઇ છે. અનેક લોકો રોજગારી અર્થે ગાંધીધામ ખાતે આવતા બહાર ના લોકો પોતાનાં બાળકો ને સરકારી શાળા માં મફત શિક્ષણ ના હેતુ થી મોકલતા હોય છે, પરંતું શિક્ષણના નીચા સ્તર ને કારણે બાળકો સારા શિક્ષણ થી વંચિત રહી જાય છે. કેટલાક સારા શીક્ષકો છે જે જેમણે પોતાની શાળા ને નમુનેદાર બનાવી છે પરંતું અમૂક શિક્ષકો રીઢા બની ને શિક્ષણ ની ઘોર ખોદી રહ્યાં છે.

ઉપરોકત સમસ્યાઓ નો તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે તેવી અમારી માંગણી છે અન્યથા આવનારા દિવસો માં આંદોલન કરવાની ફરજ પડશે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain