સામખીયારીની સુપ્રસિદ્ધ શ્રી કર્મયોગ વિધાલયમાં લોકશાહીનું મહત્વ સમજાવતી બાળ સાંસદની ચુંટણી યોજાઈ

સામખીયારીની સુપ્રસિદ્ધ શ્રી કર્મયોગ વિધાલયમાં લોકશાહીનું મહત્વ સમજાવતી બાળ સાંસદની ચુંટણી યોજાઈ

વિધાર્થી ભાઇ બહેનોને લોકશાહીનું મહત્વ સમજાવવા અને દેશના બંધારણ વિશે માહિતગાર કરવા હેતુ સામખીયારી ની શ્રી કર્મયોગ વિધાલયમાં બાળ સાંસદ ની ચુંટણી યોજાઈ હતી. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન શાળાના શિક્ષકોએ શંભાળ્યુ હતું તો ચુંટણી અધિકારીઓ તરીકે ગામના એડવોકેટે કલાબેન ગાલા અને પત્રકાર કિશન રાજગોરે સેવા આપી હતી આ ચૂંટણીમાં બે બાળાઓએ અને બે છોકરાએ ઉમેદવારી નોંધાવી હતી 

જેમાં ધોરણ ત્રણ થી આઠના વિધાર્થીઓએ વોટિંગ કરેલ, મત ગણતરી ચુંટણી અધિકારીઓ ના હસ્તે કરવામાં આવેલ જેમાં જાદવ ક્રિષ્ના રમેશભાઇ અને ચાવડા  જાનવી હરીભાઇ વિજેતા બનેલા તો તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવારોએ ફુલના હાર પહેરાવી તેમની જીતને વધાવી ખેલદિલી બતાવી હતી 

આ ખેલદિલી ને સ્કુલના બાળકોએ અને શિક્ષક તથા ટ્રષ્ટીગણે તાળીઓના ગડગડાટ થી વધાવી લીધા હતા તો સંદેશ ના પત્રકાર કિશન રાજગોરે રોકડ ઇનામ આપી તેમને પ્રોત્સાહિત કર્યા હતા, શાળાના છાત્રોએ ઉત્સાહ પુર્વક બાળ સાંસદની ચુંટણી પ્રક્રિયામાં ભાગ લીધો હતો અને લોકસાહીમા નાગરિક તરીકેની ફરજ વિશે માહિતી મેળવી હતી, અંતમાં હાજર રહેલા શાળાના ટ્રષ્ટીશ્રીઓ ધનસુખભાઇ ઠક્કર અને ચિંતનભાઇ સાધુએ અને ટેલીફોન દ્વારા અવનીબેન પટેલે વિજેતા જાહેર થયેલા ઉમેદવારોને શુભેચ્છા પાઠવી સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain