કોમ્યુનિટી પોલીસિંગનું વધુ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું માનકુવા પોલીસ સ્ટેશન
આજરોજ ભાઈબહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ માનકુવા પોલીસ સ્ટેશન ખાતે કચ્છ દુર્ગાવાહીનીની બહેનો દ્વારા પ્રજાની જાનમાલનું રક્ષણ કરનાર પોલીસ ભાઈઓ પ્રત્યે પ્રેમભાવ રાખી પ્રજા અને પોલીસ વચ્ચેની આત્મીયતા વધે તે હેતુથી રાખડી બાંધી મોઢું મીઠું કરાવીને ઉજવણી કરી.
જેમાં માનકુવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડી.આર.ચૌધરી તથા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને દુર્ગાવાહિનીની બહેનો ભેગા મળી ઉજવણી કરી ફરીવાર પ્રજા અને પોલીસ વચ્ચેનો આત્મીયતાનો સબંધ તાજો કર્યો.
Post a Comment