પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દુધઈ પોલીસ
મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથાલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા મ્હે.પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ શ્રી સાગર બાગમાર સાહેબનાઓએ જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા માટે આપેલ જરૂરી સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.પી.ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર સાહેબનાઓ તથા સી.પી.આઇ. શ્રી એસ.જી.ખાંભલા સાહેબ અંજારનાઓના માર્ગદર્શન હેઠળ દુધઇ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારના બાનીયારીગામના સીમ વિસ્તારમાં કાઠીયાસરી તળાવની બાજુમાં કાચા રસ્તા પરથી નીચે જણાવ્યા મુજબનો પ્રોહીબીશન મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ એલ.સી.બી. પુર્વ કચ્છ,ગાંધીધામનાઓને સોપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગત : (૧) જસારામ મગારામ જાટ (ચૌધરી) ઉ.વ.૩૮ ધંધો.ડ્રાઇવિંગ રહે.હુડાસરી સ્કુલની બાજુમાં શોભાળા ગામ (જેતમલ) તા.ચૌહટન જિ.બાડમેર (રાજસ્થાન)
હાજર ન મળી આવેલ આરોપીઓની વિગત:: પ્રોહી. મુદ્દામાલ મોકલનાર: (૧) સુભાષ બિશ્નોઇ રહે.જોધપુર પ્રોહી. મુદ્દામાલ મંગાવનાર:(૨) શંકર પચાણ રબારી મુળ રહે.બાનીયારી તા.ભચાઉ હાલે રહે.ગાંધીધામ(૩) અભય વેલા બઢીયા મુળ રહે.ચીરઈ તા.ભચાઉ હાલે રહે.સામખિયાળી તા.ભચાઉ (૪) ટાટા ટ્રેઇલર રજી.નં.RJ-19-GF-4245 વાળીનો માલિક
કબ્જે કરેલ મુદ્દામાલની વિગત: (૧) રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની ૭૫૦ ૬૫૬ એમ.એલ.ની બોટલો - નંગ - ૬૫૬ કિમત - કિ.રૂ.૩,૪૧,૧૨૦/- (૨) રોયલ સ્ટેગ સુપીરીયર વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો - નંગ - ૧૧૪૦ - કિમત - કિ.રૂ.૪,૫૬,૦૦૦/- (૩) મેકડોવેલ્સ નં.૧ ડીલક્ષ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલ - ૧૭૮૩ - કિમત -કિ.રૂ.૬,૬૮,૬૨૫/- કુલ કિમત રુ - ૧૪,૬૫,૭૪૫/(૦૪) મોબાઇલ ફોન નંગ-૦૨ - કિમત - ૧૫૦૦૦/- (૫) ટાટા ટ્રેઇલર રજી.નં.RJ-19-GF-4245 - કિ.રૂ.૩૦,૦૦,૦૦૦/ (૬) રોકડ રકમ (અંગઝડતીમાંથી) કિ.રૂ ૧૪૨૦/- કુલ્લે મુદ્દામાલ કિ.રૂ. કિ.રૂ.૪૪,૮૨,૧૬૫/
ઉપરોક્ત કામગીરી પોલીસ સબ ઇન્સપેક્ટર આર. બી. રાણા તથા પો. હેડ કોન્સ. વિરેન્દ્રસિંહ ધર્મન્દ્રસિંહ તથા પો. હેડ કોન્સ. પ્રવિણભાઇ નારણભાઇ તથા પો.કોન્સ. નારણભાઇ કરશનભાઇ તથા પો.કોન્સ. કૃષ્ણકુમારસિંહ નવલસિંહ તથા પો.કોન્સ.જગદિશભાઇ વિનોદભાઇ તથા પો.કોન્સ. દિનેશભાઇ સેંધાભાઇ તથા પો.કોન્સ. વિજુભા વાઘેલાનાઓ દ્વારા કરવામાં આવી.
Post a Comment