માં ભારતીની રક્ષા કરતા રક્ષકોને રાખડી બાંધી ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા ની બહેનો દ્વારા મુંદરા પોલિસ સ્ટેશન ખાતે કરવામાં આવી રક્ષાબંધન ની ઉજવણી

માં ભારતીની રક્ષા કરતા રક્ષકોને રાખડી બાંધી ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા ની બહેનો દ્વારા મુંદરા પોલિસ સ્ટેશન ખાતે કરવામાં આવી રક્ષાબંધન ની ઉજવણી

મુંદરા પોલીસ મથક ખાતે ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા ની  બહેનો દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધન એ ભાઈ-બહેનના અતૂટ પ્રેમનો સંબંધ વ્યક્ત કરતો પવિત્ર તહેવાર છે. પરંતુ સમાજના કેટલાય ભાઇઓ દિન-રાત સમાજનું રક્ષણ કરવાના હેતુથી સેવારત હોય છે. 24 કલાક ફરજ પર કાર્યરત રહેતા પોલીસ કર્મચારીઓ પોતાની સેવા અને ફરજ દ્વારા સમાજનું રક્ષણ કરવાની જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવે છે..

મુંદરા સીટી  પોલીસ સ્ટેશન ખાતે ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા ની બહેનો અને ભાઈઓ દ્વારા પોલીસ કર્મચારીઓના કાંડે રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. +પોલીસ કર્મચારીઓને રાખડી બાંધી તેમના લાંબા આયુષ્ય માટેની પ્રાર્થના કરી હતી. 

ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા ના મહિલા સંયોજિકા પ્રિયંકાબેન પ્રજાપતિ એ રક્ષાબંધન નું મહત્વ સમજાવતા કહ્યું હતુ કે આ દિવસે બધી બહેનો પોતાના ભાઈઓને કાંડા પર રાખડી બાંધી છે. ફૂલો કુમકુમ, દીયા, ચોખા, મીઠાઈઓ અને રાખડીથી પૂજાની થાળીને શણગારે છે. તે ભાઈઓના કપાળ પર તિલક કરે છે.  તેના કાંડા પર રાખડી બાંધી છે. તે ભાઈઓને મીઠાઇ ખવડાવે છે અને શુભેચ્છા પાઠવે છે. ભાઈ બહેનને ભેટ પણ આપે છે અને હંમેશાં તેમનું રક્ષણ કરવાનું વ્રત રાખે છે.

આ પ્રસંગે મુંદરા પોલીસ મથકના ઇન્ચાર્જ તરીકે IPS  પોલીસ અધિકારી શ્રી વલય વૈદ્ય સહિત પોલીસ કર્મચારીઓ અને ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા કારોબારી ટીમ અને બહેનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.









0/Post a Comment/Comments

Stay Conneted

Domain