બાલારામ નદીમાં ડૂબી જવાથી બે યુવકોના મોત, પોલીસનો કાફલો ઘટના સ્થળે

બાલારામ નદીમાં ડૂબી જવાથી બે યુવકોના મોત, પોલીસનો કાફલો ઘટના સ્થળે

પાલનપુર તાલુકાની બાલારામ નદીમાં ડૂબી જવાથી 2 યુવકોના મોત થયા છે. 2 મુસ્લિમ યુવકો બાલારામ મહાદેવ નદીમાં ન્હાવા ગયા હતા. ડીસાના 2 યુવકો ફરવા ગયા હતા અને મોતને ભેટ્યા

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલ બાલારામ મંદિર નજીકથી બાલારામ નદી પસાર થાય છે, ત્યારે મંદિરના દર્શન અર્થ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. જોકે, આજે બાલારામ નદીમાં ન્હાવા પડેલા બે યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. બંને યુવકો પાણીમાં ડૂબી જતા મોત થયા હતા. સ્થાનિકોને જાણ થતા તાત્કાલીક આવી પહોંચ્યા હતા અને બન્ને યુવકોને બહાર કાઢ્યા હતા. જે બાદ પોલીસને જાણ થતા પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ બંને યુવકો ડીસાના હુસેનચોક વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર ઘટનાને લઈ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain