કચ્છમાં કુપોષણનો દર ઘટાડવા માટે તંત્ર હરકતમાં
કુપોષણ એ એક મોટું પરિબળ છે જેમાં પોષણની કમી ઉપરાંત ઘણા અન્ય પરિબળો ભાગ ભજવતા હોય છે. જેમ કે આરોગ્ય વિષયક બીમારી, જન્મ સમયે ઓછું વજન, સગર્ભાવસ્થા દરમિયાન માતાનું પોષણ વગેરે. કચ્છ જિલ્લામાં એક વર્ષમાં 13, 502 બાળકો કુપોષણનો શિકાર બન્યા હતા જે બાબતે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગની કમિશનર કચેરી દ્વારા જણાવાયું છે કે, અન્ન સલામતી કાયદો 2013 ની જોગવાઈઓ મુજબ આઈસીડીએસના દરેક લાભાર્થીને જરૂરિયાત પ્રમાણે આહારની વિવિધ યોજનાનો લાભ આપવામાં આવે છે કચ્છમાં કુપોષણમાં ઉતરોતર ઘટાડો જોવા મળી રહ્યો છે.
Post a Comment