પોલીસ પ્રજાનો મિત્ર છે તે વાત સાર્થક કરતા ઓઢવ પો.સ્ટેમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ દયાબેન જીતુભાઈ

 પોલીસ પ્રજાનો મિત્ર છે તે વાત સાર્થક કરતા ઓઢવ પો.સ્ટેમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ દયાબેન જીતુભાઈ 

ગઈ તારીખ  ૯ જુલાઇ ના રોજ ઓઢવ આર ટી સ્કૂલ ખાતે હાઇકોર્ટમાં વર્ગ ૩ અને વર્ગ-૪ ના કર્મચારીની ભરતીની પરીક્ષા હોઇ બંદોબસ્તમાં દયાબેન જીતુભાઈ અન્ય કર્મચારીઓ સાથે હાજર હતા ત્યારે એક પરીક્ષાર્થી બાઇ તેમનાં છ માસનાં બાળકને લઈને પરીક્ષા આપવા આવતાં બાળકને સંભાળ રાખી પરીક્ષા સારી રીતે આપી શકાય નહીં તેવા સમયે વુમન પોલીસ કોન્સ્ટેબલ દયાબેને પરીક્ષાર્થી બેનની મૂંઝવણ સમજી તેઓનું બાળક પરીક્ષા દરમ્યાન સંભાળ માટે પોતાની પાસે રાખી લઈ પરીક્ષાર્થી બહેનને શાંતિથી પરીક્ષા આપવામાં સહાય પુરી પાડી એક આદર્શ માનવતાનું ઉદાહરણ પૂરું પાડેલ છે 

આ માનવીય અભિગમ અનુસંધાને આજરોજ ગુજરાતનાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ દયાબેન જીતુભાઈને તેઓનાં કાર્યાલય ખાતે બોલાવી રૂબરૂમાં પ્રમાણપત્ર આપી માનવતા સભર કાર્યને બિરદાવેલ છે અને માનવીય અભિગમને વેગ મળે તેવી શુભેચ્છા પાઠવેલ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain