સામખીયારી પોલીસ મથક પોલીસ કર્મચારીઓ ને કાયદો વ્યવસ્થા જાળવવા માટે સુચના આપતા એસપી
આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારે એ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વિભાગમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કટિબદ્ધતા કરી છે ત્યારે કચ્છ જિલ્લાનું મુખ્ય પ્રવેશદ્વાર સામખીયારી ખાતે પોલીસ મથકની આજે પોલીસ વડા સાગર બાગમારે એ મુલાકાત લીધી હતી અને તમામ પોલીસ કર્મચારીઓ ને વિવિધ સુચનો કર્યા હતા જેમાં સુરજબારી ચેકપોસ્ટ ખાતે કડક વાહન ચેકીંગ કરવા ..નેશનલ હાઈવે પર કડક રાઉન્ડ ધ પેટ્રોલીંગ ..પોલીસ મથક ની હદમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક કાર્યવાહી કરવા તેમજ ગામલોકો સાથે સંકલન કરી બે નંબરી ની પ્રવૃત્તિ પર અંકુશ મેળવવા માટે કટિબદ્ધ બનવા ટોલનાકા પર કે હાઈવે પર ટ્રાફિક જામ ન થાય તે માટે સુચના આપવામાં આવી હતી
સામખીયારી મુખ્ય વિસ્તારમાં આવેલ છે અને આ સ્થળ પર થી સમગ્ર દેશમાં જવા માટે વાહનો મળી રહે છે ત્યારે શંકાસ્પદ પ્રવૃત્તિ પર તથા શંકાસ્પદ લોકો પર નજર રાખવા માટે સુચના આપી હતી દારુ જુગાર ની પ્રવૃત્તિ પર કડક પગલાં લેવા સુચના આપી હતી એસ પી સાગર બાગમારે સાથે ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા રાપર સીપીઆઇ જે.બી.બુબડીયા સામખીયારી પીએસઆઇ વી.આર.પટેલ એસ.વી ડાંગર સહિત તમામ બીટ જમાદાર તથા ટાઉન મા ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓ નો કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રિવ્યૂ લીધો હતો
Post a Comment