રાપર તાલુકા મા પર પ્રાંતીય તથા સીસીટીવી કેમેરા અંગે રાપર પોલીસ ની વેપારીઓ સાથે બેઠક યોજાઈ
પૂર્વ કચ્છ જિલ્લા મા પર પ્રાંતીય લોકો નો વસવાટ ધણો વધી રહ્યો છે ત્યારે આ પર પ્રાંતિય લોકો પોતાના રાજ્યમાં ગુનાઓ આચરી અહી વસવાટ કરી ગુનો આચરી નાસી જાય છે ત્યારે આવા લોકો ના આધાર પુરાવા સાથે સ્થાનિક પોલીસ મા વેરીફિકેશન કરાવવા માટે ફરજિયાત છે ત્યારે બોર્ડર એરીયા ગણાતા રાપર તાલુકા મા અંદાજીત આઠ થી દસ હજાર જેટલા લોકો રાજસ્થાન ઉતર પ્રદેશ મધ્ય પ્રદેશ પશ્ર્ચિમ બંગાળ મહારાષ્ટ્ર બિહાર સહિત ના અનેક રાજ્યોના વગર વેરીફિકેશન દ્વારા વસવાટ કરી રહ્યા છે રાપર તાલુકા મામલતદાર વગર વેરિફિકેશન કે કલેકટર કે પોલીસ તંત્ર ની મંજૂરી વગર વસવાટ કરવાનો કે ધંધા રોજગાર કરવા નો પ્રતિબંધ છે ત્યારે રાપર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં રહેતા વેપારીઓ તથા અન્ય રાજ્યોના પર-પ્રાંતીય લોકો તથા સોના-ચાંદીના વેપાર સાથે તથા કલર કામ લાદી તથા અન્ય ભંગાર ના ઘંઘા સાથે સંકળાયેલ મજુરો ના વેરિફિકેશન માટે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી પોલીસ વેરીફીકેશન નોધણી કરાવી તથા સી.સી.ટી.વી. કેમેરા યોગ્ય રીતે લગાવવા તથા સાયબર ફ્રોડ વિશે માર્ગદશન સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું હતું
રાપર પોલીસ દ્વારા બોર્ડર રેન્જ આઈજી જે.આર.મોથાલીયા પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ભચાઉ વિભાગ ભચાઉ નાઓએ પુર્વ કચ્છ જીલ્લામાં રહેતા પર-પ્રાતીય લોકોને ચેક કરવા અને પોલીસ વેરીફીકેશન નોધણી કરવા આપેલ સુચના અન્વયે આજરોજ રોજ રાપર શહેર તથા પોલીસ મથક વિસ્તારમાં રહેતા વેપારીઓ તથા પર-પ્રાતીય લોકો તથા સોના-ચાંદીના દાગીના બનાવવાના વેપાર સાથે સંકળાયેલ બંગાળી તથા અન્ય કામ કરતા પ્રાંતિય લોકોની સોની સમાજવાડી ખાતે સેમીનારનુ આયોજન કરવામાં આવેલ હતુ
આ સેમીનારમાં રાપર ટાઉન ખાતેના વેપારીઓને પોતાની દુકાનમાં તથા બહારના ભાગે સી.સી.ટી.વી. કેમેરા લગાડવા ખાસ સુચનાઓ આપવામાં આવી અને આ સી.સી.ટી.વી. કેમેરા યોગ્ય રીતે લગાડવા સમજણ આપવામાં આવી તથા પર-પ્રાંતીય મજુરોને પોલીસ વેરીફીકેશન નોધણી તથા જરુરી સુચનો આપવામાં આવેલ હતી તેમજ સાયબર ફ્રોડ વિશે પણ માહીતી આપવામાં આવી હતી. આ સેમીનારમાં રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર વી.કે.ગઢવી નાઓ દ્વારા સાયબર ફ્રોડ વિશેની પુરતી માહીતી આપવામાં આવી હતી
Post a Comment