રાપર તાલુકાના કલ્યાણપર ખાતે ૭૪ મો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી

 રાપર તાલુકાના કલ્યાણપર ખાતે ૭૪ મો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી

રાપર તાલુકાના કલ્યાણપર ખાતે સામાજીક વનીકરણ વન વિભાગ રાપર કચેરી દ્વારા  મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત ૭૪ મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ જાડેજા તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા રહ્યા હતા. 

રાપર સામાજિક વનીકરણ ના આરએફઓ મહિપતસિંહ ચાવડા વનપાલ કે. પી. સોલંકી એ. વી. પટણી પોલીસ ઈન્સ્પેક્ટર વી કે ગઢવી પીએસઆઇ આર આર આમલીયાર તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ કાનજીભાઈ ગોહિલ નગરપાલિકા ના માજી પ્રમુખ હઠુભા સોઢા તાલુકા વિકાસ અધિકારી કે. વી. મોઢેરા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય તથા અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ઉપરાંત રાપર તાલુકા પંચાયત દ્વારા કલ્યાણપર ખાતે  મેરી માટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત તાલુકા પંચાયત કચેરી રાપર દ્વારા શીલાફલકમ સમર્પણમ , પંચ પ્રાણ પ્રતિજ્ઞા, વસુધાવંદન, વિરવંદન તથા ધ્વજ વંદનનો કાર્યક્રમ તથા ગ્રામ પંચાયત કક્ષાના વિકાસ કામોના વર્કઓર્ડર વિતરણ નો કાર્યક્રમ ધારાસભ્ય તથા તાલુકા પંચાયત ના હોદ્દેદારો ના હસ્તે રાખવામાં આવેલ  , રાપર તાલુકાના  તમામ પદાધિકારીશ્રીઓ,આગેવાનો,  તથા તમામ કચેરીના વડા અને કર્મચારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા





0/Post a Comment/Comments

Stay Conneted

Domain