રાપર તાલુકાના સરહદી માનાણીવાંઢ ગામ ની મુલાકાત લેતાં જિલ્લા પોલીસ વડા
રાપર વાગડ ના સરહદી વિસ્તાર ધરાવતા રાપર તાલુકામાં આંતરરાષ્ટ્રીય સરહદ આવેલ છે ત્યારે પૂર્વ કચ્છ પોલીસ વડા દ્વારા અવારનવાર સરહદી ગામોની મુલાકાત લઈ લોકો ને સરહદી વિસ્તાર ને લગતા સુચનો આપે છે અને સરહદી ગામોમાં લોકો જાગૃત માટે અવારનવાર લોકો સાથે મુલાકાત કરે છે તે મુજબ આજે રાપર તાલુકાના બાલાસર પોલીસ મથક હેઠળના માનાણીવાંઢ ગામ ની મુલાકાત પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે લીધી હતી અને ઉપસ્થિત ગામ લોકો દ્વારા પૂર્વ કચ્છ પોલીસ વડા તથા અન્ય પોલીસ અધિકારીઓ નું સન્માન કર્યું હતું તેમજ વૃક્ષારોપણ કર્યું હતું
પોલીસ વડા સાગર બાગમારે ઉપસ્થિત ગામ લોકો ને જણાવ્યું હતું કે સરહદી વિસ્તાર માં કોઇ અજાણ્યા શખ્સો જોવા મળે કે સંગ્ધિત ચીજવસ્તુઓ જોવા મળે કે કોઇ ભેદી હિલચાલ સહિત ની જાણ નજીક ના પોલીસ મથક ખાતે અથવા સીમા ચોકી પર જાણ કરવા માટે જણાવ્યું હતું ઉપરાંત સરહદી વિસ્તાર માં આવેલ ગામડામાં મેઈન રોડ તથા ગલીઓમાં લોક ભાગીદારી દ્વારા સીસીટીવી કેમેરા લગાવવા માટે ગ્રામ પંચાયત તથા ગામ લોકો ને સુચના આપી હતી બોર્ડર વિસ્તારોમાં આવેલ ગામના લોકો ને કોઇ બાબતનો પ્રશ્ર્ન હોય તો જાણ કરવા માટે કહ્યું હતું
આજે બોર્ડર ના ગામ ની મુલાકાત સમયે જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર રાપર સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી .બુબડીયા બાલાસર પીએસઆઇ વી.એ.ઝા હરપાલસિંહ રાણા વિક્રમ ભાઈ દેસાઈ .ઘનશ્યામ ભાઈ ગુરખા. માયાભાઈ ઘેયડા સહિત ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા
Post a Comment