ભારત વિકાસ પરિષદ રાપર શાખા દ્વારા ભારત કો જાનો ક્વિઝ સ્પર્ધા યોજાઇ
ભારત વિકાસ પરિષદ રાપર શાખા દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળ મધ્યે ભારત કો જાનો ક્વિઝ સ્પર્ધા યોજાઇ્. જેમાં રાપરની વિવિધ શાળાઓમાંથી 400 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. સ્પર્ધા 2 વિભાગમાં યોજાઇ હતી જેમાં પ્રથમ રાઉન્ડમાં 6 થઈ 8 ધોરણ અને બીજા રાઉન્ડમાં 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિજેતાઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા
કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ રાપર શાખાના પ્રમુખ ડો રાહુલ પ્રસાદ, વિપુલભાઇ ઠક્કર, પારસ ઠક્કર, અરૂણભાઇ ગાવન્ડે, , રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અરજણભાઇ ડાંગર, મંત્રી મહાદેવભાઇ કાગ, વિપુલભાઇ પટેલ દિનેશ સોની વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમની વ્યવસ્થા ભારત વિકાસ પરિષદ ના સદસ્યો દ્વારા સંભાળવામાં આવી હતી.સંચાલન પારસ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું..
Post a Comment