રાપર માં રખડતા ઢોરો નો ત્રાસ ગમે ત્યારે આંખલા યુધ્ધ કરવા લાગે છે

રાપર માં રખડતા ઢોરો નો ત્રાસ ગમે ત્યારે આંખલા યુધ્ધ કરવા લાગે છે

રાપર વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર જાણે રખડતા ઢોરો માટે રહેવા નુ આશ્રય સ્થાન બની ગયું હોય તેવો તાલ જોવા મળે છે રાપર શહેરમાં આંખલા યુધ્ધ ગમે ત્યારે કરવા લાગી જાય છે રાપર શહેર મા એસ ટી ડેપો દેના બેંક ચોક લોહાણા મહાજન વાડી પાસે માલી ચોક થી એસટી બસ સ્ટેશન રોડ ભુતિયાકોઠા રોડ સોની બજાર માંડવી ચોક આથમણા નાકા પાવર હાઉસ પાસે પેટ્રોલ પંપ અયોધ્યાપુરી નદી નાકા સહિત શહેર ના સાત વોર્ડ ની લગભગ ગલીઓમાં અંદાજે ત્રણ.. ચાર હજાર થી વધુ રખડતા આંખલા અને ગાયો જોવા મળે છે આ આંખલા અને રખડતા ઢોરો અને ગાયો ને આસપાસના ગામોમાં થી લોકો ઢોરો નિભાવતી સંસ્થા મા મુકવા માટે આવે છે પરંતુ પરંતુ આ સંસ્થા એ આંખલા અને રખડતા ઢોરો અને ગાયો રાખવા ની ના પાડી દે છે એટલે દૂર દૂર થી આવતા ખેડૂતો અને લોકો રાપર મા જ રખડતા મુકી દે છે જે શહેર મા અડીંગો જમાવી દે છે ઉપરાંત આ સંસ્થા ના આંખલા અને ઢોરો ચરીયાણ માટે લઈ જવામાં આવે છે ત્યારે તે ઘણ મા થી અનેક આંખલા શહેરમાં ભાગી આવે છે તો કોઇ સંસ્થા ની બહાર અડીંગો જમાવી દે છે નગાસર તળાવ પાસે તો આ સંસ્થા ના સો દોઢ સો રખડતા ઢોરો બહાર જ પડયા રહે છે આ સંસ્થા ની ટેગ લગાવેલ અને આંખલા રખડતા જોવા મળે છે અ

ગાઉ રાપર શહેરમાં આંખલા યુદ્ધ મા છ લોકો ના મોત છેલ્લા ત્રણ વર્ષ મા થયા છે તો અસંખ્ય લોકોને ઇજા પહોંચી છે શહેરમાં શાકભાજી માર્કેટ નાસતા બજાર તથા અન્ય ચીજવસ્તુઓ નુ વેચાણ કરતા દુકાનદારો ગમે ત્યાં કચરો ફેંકવા ના કારણે આ આંખલા અને રખડતા ઢોરો લડવા લાગે છે તો દેના બેંક ચોક થી માલી ચોક સુધી મા આવેલ પાણી ના પરબ પાસે રખડતા ઢોરો અને આંખલા પીવા ના પાણી માટે યુધ્ધ કરવા લાગી જાય છે આથમણા નાકા તથા નગાસર તળાવ સલારી નાકા તથા અન્ય સ્કૂલ પાસે ઘાસચારો વેચાણ કરતા વેપારીઓ સ્કૂલ પાસે કે જાહેર રસ્તા પર ધર્મ ના નામે ચારો નાખે છે ત્યારે આ ખાવા માટે યુધ્ધ ફાટી નિકળે છે રાપર નગરપાલિકા દ્વારા અવારનવાર ઢોરો પકડવા માટે કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ આ ઢોરો નિભાવતી સંસ્થા નગરપાલિકા દ્વારા પકડાયેલા ઢોરો રાખવા નો નનૈયો ભણી દે છે એટલે આ રખડતા ઢોરો કયા મુકવા તે મોટો સવાલ છે 

રાપર શહેરમાં ત્રણ થી ચાર હજાર ઢોરો મા થી પાંચ સો ઢોરો માલિકી ના હશે બાકી ના ઢોરો મા બે હજાર આ સંસ્થા ના ઢોરો છે તથા પંદર સો જેટલા ઢોરો અને આંખલા ગ્રામ્ય વિસ્તારોમાં રંજાડતા ખેડૂતો અને ગામ લોકો સંસ્થા મા મુકવા માટે આવે છે પરંતુ સંસ્થા ઢોરો લેવા માટે નનૈયો ભણી દીધો છે તેવા છે રાપર શહેરમાં ને બાન મા લેતા રખડતા ઢોરો લગભગ સિત્તેર ટકા સંસ્થા ના છે જો રાજય સરકાર અને જિલ્લા કલેકટર દ્વારા રાપર શહેરમાં રખડતા ઢોરો અંગે તપાસ હાથ ધરે તો આ રખડતા ઢોરો ની સાચી હકીકત સામે આવી શકે છે હાલ તો સંસ્થા અને નગરપાલિકા વચ્ચે ઢોરો બાબતે રાપર શહેરમાં લોકો ના મોત અને ઈજાગ્રસ્તો બની રહયા છે તો આંખલા યુધ્ધ મા અનેક વેપારીઓ ને નુકસાની સહન કરવી પડેલી છે અને પડી રહી છે તે બાબતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain