ખેરાલુ ખાતે શ્રી દોતોરસો ૧૬ ગામ વણકરસમાજના આગેવાનો એ વણકરવાડી ખાતે યોજાઇ સમાજની ખાસ મીટીંગ યોજાઈ
ખેરાલુ તાલુકા ડભાડ ગામના લોકો ની આવેલ અરજી પર લંબાણપૂર્વક કરાઇ ચચૉ અંતે ઘીના ઠામમાં ઘી ઠર્યા ની જેમ અરજી પરત ખેંચવામા આવી હતી સમાજના આગેવાનો એ બે હોનહાર સભ્યો ને કમીટી માં કર્યો સમાવેશ પંચ પરમેશ્વર ની જય વણકરસમાજના આગેવાનો ની હાજરી માં મધુભાઇ ડી પરમાર એ કેક કાપી ઉજવણી કરી હતી
ખેરાલુ વણકર વાડી ખાતે તા. 20/082023 શ્રી દોતોરસો સોળ ગામ ગોળ વણકર સમાજની જનરલ મિટિંગમાં ડભાડ ગામના પ્રશ્ન બાબતે લાંબી ચર્ચાના અંતે ડભાડ ગામ દ્વારા આપવામાં આવેલી અરજી પરત ખેંચવામાં આવી છે. અને તેમની અરજી સંબધે ગામ દ્વારા અરજી પરત લઈ અમો ડભાડ ગામના તમામ લોકો સોળ ગોળ સાથે જ છીએ તેવું અરજીમાં નોંધ કરીને અરજી આજ રોજ સર્વાનુમતે વંચાણે લઈ તેને દફતરે કરવામાં આવેલી છે. જે અરજીનો સુખદ અંત આવેલ છે તેમજ ડભાડ ગામે સર્વ સંમતિથી ગોળ કમિટી માટે બે નામ આપેલ છે જે નીચે મુજબ છે.(1) મધુભાઈ દેવજીભાઈ પરમાર પ્રિન્સીપાલ અલીયાબાડા પ્રાથમિક શાળા (2). જયંતીભાઇ નરસિંહભાઇ પરમાર નો સમાવેશ કરવામાં આવ્યો તેવું મંત્રીશ્રી દસરથભાઇ અને પ્રમુખ અમૃતલાલે જણાવ્યું હતું અલીયાબાડા જામનગર ના આચાર્ય મધુભાઇ ડી પરમાર અને જયંતિભાઈ પરમાર બંન્ને રહે ડભાડ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હોવા બદલ ઓનલાઇન ટીવી ન્યૂઝ એમ ડી ફારૂક મેમણ અને ચેનલ હેડ સુરેશ ઠાકોર સાથે ડાયરેક્ટર સાગર ઠાકોર સાથે ડાયરેક્ટર રીયાઝ મેમણ એ અભિનંદન પાઠવ્યા હતા - રીપોટર - ફારૂક મેમણ પત્રકાર ખેરાલુ
Post a Comment