રાપર તાલુકા તકેદારી સમિતિની બેઠકમાં વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવા મા આવી
આજે રાપર તાલુકા મામલતદાર કચેરી ના પ્રાંગણમાં આવેલી રાપર એરીયા ડેવલપમેન્ટ ઓથોરિટી ના સભા ખંડ ખાતે રાપર તાલુકા તકેદારી સમિતિની બેઠક ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સુર્ય વંશી ના અધ્યક્ષ સ્થાને મળેલી જેમાં રાપર તાલુકા મામલતદાર કે આર ચૌધરી ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ જાડેજા નાયબ મામલતદાર સામતભાઇ મકવાણા તાલુકા વિકાસ અધિકારી મોઢેરા તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા નાયબ મામલતદાર એચ બી વાઘેલા જે. જે. જોશી દિવાનસિંહ વાઘેલા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ તથા તકેદારી સમિતિના સભ્યો ની બેઠક મળી હતી તકેદારી બેઠક મા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી રાપર તાલુકા તકેદારી સમિતિની બેઠકના મુદ્દાની ચર્ચા કરવા આવી હતી જેમાં
* તા.૦૧/૦૭/૨૦૨૩ થી તા. ૩૧/૦૭/૨૦૨૩ સુધી માં કુલ કરેલ કાર્ડની કાર્યવાહી
માં અન્નપુર્ણા યોજના(NFSA) અંતર્ગત = 72 કાર્ડ બનાવવામાં આવ્યા,ત્રણ મહિના સુધી જેઓ જથ્થો લેવા ગયેલ નથી તેઓનું સાઈલન્ટ કાર્ડ થયેલ હતા જે 189 કાર્ડ NON-NFSA કરવામાં આવ્યા.
ત્રણ મહિના સુધી જેઓ જથ્થો લેવા ગયેલ નથી તેઓનું સાઈલન્ટ કાર્ડ થયેલ હતા જે 112 કાર્ડ કેન્સલ કરવામાં આવ્યા.
♦ બીજા રાજ્યમાં ડૂપ્લીકેશન થી આધારકાર્ડ વેરીફાઈ થયેલ હતા તેવા 1127 નામ કમી કરવામાં આવ્યા.
* PGRS હેઠળ કોઈ ફરીયાદ અરજી પેન્ડીંગમાં નથી.
* વસ્તી-૨૦૧૧ આધારે હમીરપર મોટી માં નવી દુકાન ખોલવાપાત્ર છે.
* થોરીયારી માં નવી બ્રાન્ચ દુકાન ખોલવાપાત્ર છે.
કુલ – ૧૭ દુકાનો ચાર્જ માં ચાલે છે, જેની માહિતી સામેલ પત્રક માં છે. તે અંગે ચર્ચા કરવામાં આવી હતી આમ આજે રાપર તાલુકા તકેદારી સમિતિની બેઠકમાં વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવા મા આવી હતી
Post a Comment