સામખિયાળી પોલીસ દ્વારા મેરી માટી મેરા દેશ અંતર્ગત દેશભક્તિ નો કાર્યક્રમ યોજાયો
હાલ ચાલી રહેલા દેશભક્તિ ના વિવિધ કાર્યક્રમો અંતર્ગત કચ્છ ના પ્રવેશદ્વાર સામખીયારી ખાતે સામખિયાળી પોલીસ દ્વારા મેરી માટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત સામખીયારી ખાતે આવેલી ગોપાલાનંદ હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમ નું આયોજન બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ના માર્ગદર્શન હેઠળ સામખિયાળી પોલીસ સબ ઇન્સ્પેકટર વી. આર. પટેલ ની આગેવાની હેઠળ વિવિધ પ્રકારના કાર્યક્રમો મા વિદ્યાર્થીઓને દેશ કાજે શહિદ થયેલ રાષ્ટ્રવીરો,ક્રાંતિકારીઓનાં બલિદાનની ગાથા વર્ણવી,રેલી યોજી,વૃક્ષારોપણ કરી,દેશને વિકસિત બનાવવાની શપથ લેવામાં આવેલ કાર્યક્રમ દરમિયાન અલ્પેશ ચૌધરી નિતેશ દાન ગઢવી રાજેશ ભાઈ ગેલાભાઇ શુકલ ભગવાન ભાઈ ચૌધરી તથા શાળા નો સ્ટાફ ઉપસ્થિત રહેલ
Post a Comment