રાપર પોલીસ અને જીલ્લા ટ્રાફિક ની સંયુક્ત ઝુંબેશ
વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં વાહન ચાલકો મા કોઈ પણ પ્રકારના ટ્રાફિક નિયમનો અમલ કરતાં ના હોય ત્યારે અવારનવાર રાપર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને સ્થાનિક રાપર પોલીસ દ્વારા બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા અને પૂર્વ કચ્છ પોલીસ સાગર બાગમારે ની સુચના થી વાહન ચાલકો સામે પગલાં લેવા મા આવે છે રાપર શહેર તથા રાપર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં ટ્રાફિક ઝૂંબેશ હાથ ધરવામાં આવે છે તે અન્વયે આજે રાપર તથા આસપાસના વિસ્તારમાં જિલ્લા ટ્રાફિક શાખા તથા રાપર પોલીસ ની સંયુક્ત ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા 32 એન. સી. સ્થળ દંડ 16500/=ડીટેઈન વાહન 3 તથા રાપર પોલીસ ની ટ્રાફિક શાખા દ્વારા 4 વાહન ડીટેઈન એન. સી. 18 રોકડ દંડ 6000 /= ફટકારવા મા આવ્યો હતો આ ઝુંબેશ મા રાપર પોલીસ ઈન્સ્પેક્ટર વી કે ગઢવી જિલ્લા ટ્રાફિક પીએસઆઇ બી. એસ ચૌહાણ એએસઆઇ લખમશી ફોફલ હેડ કોન્સ્ટેબલ અશ્વિનગીરી ગૌસ્વામી. નિતેશ વસાવા.. મયુર સિંહ ઝાલા.. મુકેશ સિંહ રાઠોડ સહિત ટીઆરબી નો સ્ટાફ જોડાયો હતો રાપર પોલીસ અને જીલ્લા ટ્રાફિક ની સંયુક્ત ઝુંબેશ થી વાહન ચાલકો મા ફફડાટ વ્યાપી ગયો હતો
Post a Comment