શ્રી અંજાર નગરપાલિકા શાળા નં.૩ માં અંજાર બ્લોક કક્ષાનો કલા ઉત્સવ હોંશભેર ઉજવાયો.
શ્રી અંજાર નગરપાલિકા શાળા નં.૩ના યજમાન પદે અંજાર બ્લોક કક્ષાનો કલા ઉત્સવ અને વાર્તા સ્પર્ધા ૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળ કવિ, સંગીત ગાયન, સંગીત વાદન, ચિત્ર સ્પર્ધા,વાર્તા કથન(ધો.૧ થી ૫) અને વાર્તા લેખન (ધો.૬ થી ૮)જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. આ સ્પર્ધાઓમાં બાળકોએ ઉત્સાહભેર પોતાના કૌશલ્ય - કલા પ્રદર્શિત કર્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી.જેમાં બલરામભાઈ જેઠવા નગર શિક્ષણ સમિતિના ચેરમેન,તેજસભાઈ મહેતા નગર શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન,મયુરભાઈ પટેલ બી.આર.સી.કો.ઓ.અંજાર,કેરણાભાઈ ગોયલ કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ મહામંત્રી,અમરાભાઈ રબારી આચાર્યશ્રી અંજાર નગરપાલિકા પ્રાથમિક શાળા નં.૩ પણ જોડાયા હતા.
ત્યારબાદ વિવિધ સ્પર્ધાઓ યોજાઈ અને નિર્ણાયકો દ્વારા તેમનું મૂલ્યાંકન કરવામાં આવ્યું.
કુલ ૧૬ ક્લસ્ટરના ૧૧૨ બાળકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.
બી.આર.સી.કો.ઓ.દ્વારા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકશ્રીઓ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા.
જેમાં ચિત્ર સ્પર્ધામાં મેઘપર બોરીચી પ્રા.શાળાની વિદ્યાર્થીની મકવાણા ખુશી ,બાળકવિ સ્પર્ધામાં મખિયાણ પ્રા. શાળાની વિદ્યાર્થીની રબારી હેતલ,વાદન સ્પર્ધામાં શાહ જખરીયા પ્રાથમિક શાળા (ગુજરાતી)નો વિદ્યાર્થી લંઘા શાબાઝ, વાર્તા સ્પર્ધા (ધો.૧ અને ૨) માં ચંદ્રનગર પ્રા.શાળાની વિદ્યાર્થીની વાઘેલા મીરાલીબા,વાર્તા સ્પર્ધા (ધો.૩થી૫)માં લોહારીયા પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી પટેલ હસ્ત અને વાર્તા લેખન (ધો.૬ થી૮)માં નગર પાલિકા અંજાર શાળા નં.૭ ની વિદ્યાર્થીની વાઘમશી ખુશી જિલ્લા કક્ષાએ બી.આર.સી. અંજારનું પ્રતિનિધિત્વ કરશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં બ્લોક સ્ટાફ,તમામ સી.આર.સી.કો.ઓ,નિર્ણાયકશ્રીઓ અને માર્ગદર્શક શિક્ષકશ્રીઓએ જહેમત ઉઠાવી હતી.
આ સમગ્ર કાર્યક્રમ બી.આર.સી.કો.ઓ. મયુરભાઈ પટેલની આગેવાનીમાં ખૂબ જ સુંદર રીતે પૂર્ણ થયો હતો.
કાર્યક્રમનું સંચાલન પિયુષ ડાંગરે કર્યું હતું તેમ મહેશ દેસાઈની યાદીમાં જણાવાયું છે.
Post a Comment