નરોડામાં દલિત યુવતી હત્યાનો ભેદ ઉકેલાયો! શરીરસુખ માણવામાં સક્ષમ હોવાનું સાબિત કરવામાં મહિલાને પતાવી દીધી
આરોપીને ગુપ્ત ભાગે ઇજા હોવાને હોવાથી મિત્રો શરીર સુખ માણવા માં સક્ષમ નથી રહ્યો કહી ચીડવતા હતા
તાજેતરમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં એક સફાઈ કામદાર મહિલાની હત્યાની ઘટના સામે આવી હતી. આ બનાવની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી. આ ગુનામાં ગણતરીના દિવસોમાં ક્રાઇમ બ્રાંચે હત્યારાને ઝડપી લીધો છે.
નરોડામાં રહેતા અનિતા વાઘેલાની 19 જુલાઈના સવારના સમયે સ્વપ્નીલ આર્કેડ બિલ્ડિંગમાંથી લાશ મળી હતી.જેમાં મહિલાના માથાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતા. આ મામલે સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. અનીતાબેન 18 જુલાઈએ સવારે ઘરેથી સ્વપ્નિલ આર્કેડમાં પાંચમાં માળે આવેલી ઓફિસમાં સાફ-સફાઈના કામ માટે ગયા હતા. ત્યારબાદ સ્વપ્નિલ એલીગન્સમાં ઘરકામ માટે જવાનું હતું. પરંતુ ત્યાં પહોંચ્યા ન હતા. આ અંગેની તેમના પતિને જાણ થતા તેમણે અનિતાબેન ગુમ થયા હોવાની નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 18 જુલાઈએ સમગ્ર વિસ્તારમાં વીજળી બંધ હોવાથી સીસીટીવી કેમેરા પણ બંધ હતા. જેથી કોઈ માહિતી મળી ન હતી.ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ કેસ સાથે જોડાયેલા અનેક લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત અગાઉ કેસ સાથે જોડાયેલા કેટલાક લોકોના સિમેન સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. સેમ્પલ લીધા બાદ એક યુવક પૂછપરછ ટાળતો હતો. જેથી ક્રાઈમ બ્રાન્ચને શંકા જતા તેની અટકાયત કરીને વધુ પૂછપરછ કરતા અરવિંદ વાઘેલા નામનો યુવક ભાંગી પડ્યો અને તેણે ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ સમગ્ર હકિકત જણાવી દીધી હતી.અરવિંદ પોતાની માતા જશીબેન સાથે સ્વપ્નિલ આર્કેડની સામે રોડની બાજુમાં ચાની લારી રાખીને વેપાર કરે છે. અરવિંદ દિવસે માતા સાથે ચાની લારી પર હોય છે જ્યારે રાત્રે તેના મામાના દીકરા શૈલેષ દંતાણી જે સ્વપ્નીલ આર્કેડમાં વોચમેન તરીકે કામ કરે છે તેની સાથે જ આર્કેડમાં રોકાય છે.
થોડા સમય અગાઉ અરવિંદના જનેન્દ્રિયના ભાગે ઇજા થઈ હતી. જેથી તેના મિત્રો વારંવાર તેને ટોણા મારતા હતા કે, તું સ્ત્રી સુખ માણી શકે તેમ સક્ષમ નથી. જેના કારણે અરવિંદના મગજ પર અસર થઈ હતી અને અરવિંદે મનોમન નક્કી કર્યું હતું કે, તે કોઈ સ્ત્રી સાથે સંબંધ રાખશે તો તે સાબિત કરી શકશે કે તે સક્ષમ છે.સ્વપ્નિલ આર્કેડમાં અનિતાબેન પાંચમા માળે સાફ-સફાઈ માટે આવતા હોવાની અરવિંદને જાણ હતી. જેથી તેણે મનોમન 18 જુલાઈએ અગાઉથી અનિતાબેનને બીજા માટે સફાઈ કરવાના બહાને બોલાવવાનો પ્લાન બનાવ્યો હતો. 18 જુલાઈએ લિફ્ટ બંધ હોવાથી અનિતાબેન સીડી મારફતે પાંચમા માળે કામ માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન અરવિંદે અનિતાબેનને બીજા માટે હોલની સફાઈ કરવાની છે તેમ કહીને બોલાવ્યા અને હોલનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો ત્યારબાદ અનિતાબેન પાસે શારીરિક સંબંધ માગવા માગણી કરી હતી.અનિતાબેનને સ્પષ્ટ ના પાડીને બૂમાબૂમ કરતા અરવિંદ પોતાની પાસે રહેલ લોખંડના રોડ વડે અનિતાબેનના માથાના ભાગે ઘા માર્યો હતો. આથી અનિતાબેન નીચે પડી જતા તેમને ઢસડીને હોલની બાજુમાં લઈ ગયો અને ત્યાં જઈને અનિતાબેનને બીજા પાંચથી છ ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હત્યા બાદ આરોપી હોલનો દરવાજો લોક કરી નાસી ગયો હતો.
Post a Comment