અમદાવાદથી આવેલી મહિલા ટોળકીએ તરખાટ મચાવ્યો

આદિપુરની કથામાં આવેલી ૫ મહિલાઓ બની શિકાર, આખના પાલકરે ૫ સોનાની ચેઇન સેરવી લેવાઈ 

કથા મંડપના ગેટ પાસે જામેલી ભીડનો લાભ લઈ ચોરીને અંજામ અપાયો

આદિપુરની કથામાં આવેલી પાંચ મહિલાઓની સોનાની ચેઈન સેરવી 

ગાંધીધામ-આદિપુરને જોડતા ટાગોર રોડ પર આવેલા પંચમુખી હનુમાનજીના મંદિરના પ્રાંગણમા શિવકથાનો પ્રારંભ થયો છે. જેમાં રીતસર માનવ મહેરાણ ઉભરાયેલો જોવા મળી રહ્યો છે. જે બાબતનો લાભ લઈ અમદાવાદથી આવેલી મહિલા ટોળકીએ એક સાથે ૫ મહિલાઓને શિકાર બનાવી હતી અને ૪ મહિલાના ગળા માથી સોનાની ચેઇન અને એક મહિલાના ગળામાંથી સોનાના લોકેટ સાથેની ચેઇન સેરવી લીધી હતી. જે બનાવની જાણ થતાં કથા સ્થળે અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. 

આ અંગે આદિપુર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ આ બનાવ ૭ ઓગસ્ટના બન્યો હતો. જે સંદર્ભે આદિપુર ખાતે રહેતા ૬૯ વર્ષીય શાંતિબેન અરજણભાઇ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી હતી કે, આદિપુર ખાતે પંચમુખી હનુમાનજીના પ્રાંગણમા તે શિવ કથા સાંભળવા ગયા હતા. જે શિવકથા સાંજે ૬ વાગ્યાના અરસામા પૂર્ણ થતા એક સાથે લોકો બહાર નીકળવા લાગ્યા હતા. જેના કારણે કથા મંડપના ગેટ પાસે ભીડ થઈ ગઈ  હતી. જે દરમિયાન મંડપ ગેટ પાસે ભીડનો લાભ લઇને અજાણી મહિલા દ્વારા ફરિયાદીની ગળામાં પહેરેલી રૂ. ૭૫ હજારની સોનાની ચેઇન સેરવી લીધી હતી. જેની જાણ થતાં તાત્કાલિક કથાના મંડપ પરથી ચેઇનની ચોરી થઈ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જે જાહેરાત બાદ માલુમ પડ્યું હતું કે માત્ર શાંતિબેન નહી પણ કથા સાંભળવા આવેલા અન્ય ચાર મહિલાઓ મહાલક્ષમીબેન, જમનાબેન, સમજુબાની ચેઇન અને હીરીબેનની સૂરજના પેન્ડલ વાળી ચેઇન પણ સેરવી લેવામાં આવી છે. શિવકથામા એક સાથે પાંચ મહિલાઓની સોનાની ચેઇન સ્નેચિંગ થતા અફરા-તફરી જેવો માહોલ સર્જાયો હતો અને તરત આદિપુર પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી.

આ બનાવની તાત્કાલિક જાણ કરવામાં આવતા પોલીસ એક્શનમાં આવી હતી અને ભચાઉ સહિતના વિસ્તારોમાં નાકાબંધી કરી દેતા ચોર ટોળકી પૈકીની ૨ મહિલાઓ મળી આવી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરેશની સુનિલ ફૂલમાળી અને માયા ફૂલમાળી નામની મહિલાઓને ઝડપી લેવામાં આવી હતી. આ બંને દેરાણી-જેઠાણી છે અને તેના સાથે આવેલી ૩ મહિલાઓ પોલીસના હાથમાં આવી ન હતી. પરંતુ તેમના નામ પોલીસને મળી જતાં હાલે પોલીસ બાકીની ત્રણ મહિલાઓની શોધ કરી રહી હોવાનું પણ જાણવા મળ્યું હતું.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain