ગુજરાત રાજ્ય વકફ બોર્ડની કચેરી ખાતે પડતર ૧૧૧૦ બિન તકરારી ફેરફાર રીપોર્ટને વકફ કલમ ૬૬ મુજબ મંજુર કરવાની સત્તા વકફ બોર્ડના મુખ્ય કરોબારી અધિકારીને આપવામાં આવે – ઉમરદરાઝ ચશ્માવાલા

 ગુજરાત રાજ્ય વકફ બોર્ડની કચેરી ખાતે પડતર ૧૧૧૦ બિન તકરારી ફેરફાર રીપોર્ટને વકફ કલમ ૬૬ મુજબ મંજુર કરવાની સત્તા વકફ બોર્ડના મુખ્ય કરોબારી અધિકારીને આપવામાં આવે – ઉમરદરાઝ ચશ્માવાલા

હાલમાં ઘણા લાંબા સમયથી ગુજરાત રાજ્ય વકફ બોર્ડના સભ્યોની નિમણુંકને લઇ નામદાર ગુજરાત હાઈ કોર્ટ સમક્ષ કાયદાકીય વિવાદ ચાલી રહ્યું છે. જેના લીધે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ખાતે નોંધાયેલ ઘણા કામો અટવાઈ ગયેલ છે, વકફ સંસ્થા તેમજ અન્ય કોઈપણ સંસ્થાની એક ખુબ જ અગત્યની કામગીરી સંસ્થામાં થયેલ ફેરફારની નોંધ સરકારી દફતરે થવી છે. જો સરકારી દફતરે એટલે કે ચેરીટી કમિશ્નર અથવા વકફ બોર્ડના રેકર્ડમાં તે ફેરફારની સુધારા નોંધ ન થાય તો તે સંસ્થાની દરેક કામગીરી પર તેની અસર પડે છે. જેથી ફેરફાર રિપોર્ટો મંજુર થવા ખુબજ જરૂરી છે. ભૂતકાળમાં વર્ષ ૨૦૧૬ થી ૨૦૧૮ દરમિયાન પણ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ માટે આવી પરીસ્તીથીઓ સામે આવેલ હતી. અને તે સમય રાજ્ય સરકારશ્રી દ્વારા કાયદા વિભાગ મારફતે જાહેરનામું પ્રસિદ્ધ કરી ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ની કચેરીના મુખ્ય કારોબારી અધિકારીશ્રી ને વકફ કલમ ૬૬ મુજબ બિન તકરારી ફેરફાર રિપોર્ટો મંજુર કરવાની સત્તાઓ આપેલ હતી.

આ અંગે અગાઉ તારીખ ૨૦/૧૦/૨૦૨૨ ના રોજ પણ ઉમરદરાઝ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. પરંતુ આજદિન સુધી તે લગત કોઈ સંતોષકારક કામગીરી થયેલ નથી. જેથી ચશ્માવાલા દ્વારા પડતર બિન તકરારી ફેરફાર રિપોર્ટોની માહિતી મેળવવા સારું આર.ટી.આઈ. કરી તેની માહિતી માંગેલ હતી. જે લગત વકફ અધુરી અને અસ્પષ્ટ માહિતી આપવામાં આવેલ છે જે નારાજગી સાથે સ્વીકારવમા આવેલ છે. તેવું જણાવેલ છે. અને જાહેર હિત ને ધ્યાને લઇ હાલમાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડની કચેરી ખાતે પડતર અંદાજીત ૧૧૧૦ બિન તકરારી ફેરફાર રિપોર્ટો નિયત સમય મર્યાદામાં મંજુર કરવાની સત્તા વકફ કલમ ૬૬ મુજબ ગુજરાત રાજ્ય વકફ બોર્ડની કચેરી ના મુખ્ય કારોબારી અધિકારીશ્રીને આપવા ઉમરદરાઝ ચશ્માવાલા વિનંતી કરેલ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain