કચ્છ જિલ્લાના રાપર તાલુકાની શ્રી રાપર તાલુકા શાળા નં.૧માં "શાળા શિષ્યવૃતિ યોજના" નામે નવતર પ્રયોગ
શ્રી રાપર તાલુકા પ્રા.શાળા નં.૧,રાપર-કચ્છ ખાતે શાળાના ઉત્સાહી તેમજ ઈનોવેટિવ શિક્ષક એવા પિયુષભાઇ ચૌહાણ તેમજ શાળા પરિવારના માર્ગદર્શન હેઠળ એક અનોખા પ્રોજેકટનો આરંભ કરવામાં આવ્યો...જેમાં આ શાળા ભૂતપૂર્વ આચાર્યશ્રી મનસુખલાલ ઠક્કર મોરારદાન ગઢવી નરેશભાઇ દરજી ,બી.આર.સી.કૉ.ઓ. અશોકભાઇ ચૌધરી, સૂર્યશંકર ગોર,લજીભાઇ સોલંકી હાજર રહ્યા હતા...આ પ્રોજેકટમાં શાળાના ધો.6 થી 8માં અભ્યાસ કરતા બાળકોની શાળા કક્ષાએ જનરલ નોલેજની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી.જેમાં સારા ગૂણ મેળવનાર વિધ્યાર્થીઓની શાળા શિષ્યવૃતિ યોજના-2023/2024 અંતર્ગત કવીઝ સ્પર્ધા માટે કૂલ 9 બાળકોને પસંદગી કરવામાં આવી હતી.
જેમને ત્રણ ત્રણની ટીમમાં વિભાજીત કરી કવીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ...જેમાં અલગ અલગ વિષયો પર પ્રશ્ર્નોતરી કરવામાં આવી હતી...કવીઝના અંતે વિજેતા થયેલ બાળકોને દર મહિને બાર મહીના સુધી 200 રૂપિયા શિષ્યવૃતિ શાળા પરિવારના સહિયારા ભંડોળમાંથી આપવામાં આવશે.. આ કવીઝ સ્પર્ધાનું સંચાલન પિયુષભાઇ ચૌહાણે તેમજ આભારવિધિ શાળાના આચાર્ય ચેતનભાઇ સુથારે કરી હતી..
Post a Comment