પાકિસ્તાની એન્જિન સાથે પડેલી માછીમારી બોટોની લીલામી અટકી
બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન ભારતની જળસીમામાં ઘૂસી આવતા પાકિસ્તાની માછીમારોની બોટો ઝડપી લેવામાં આવે છે આ બોટ કસ્ટમને માલ સામાન સાથે સોંપવામાં આવે છે કસ્ટમ દ્વારા નારાયણ સરોવર ખાતે પોતાના ગોડાઉનમાં પંચનામાં સહિતની પ્રક્રિયા પૂર્ણ કરીને બોટ રાખવામાં આવે છે અમુક બોટ કોટેશ્વરના કાંઠે પણ રાખવામાં આવે છે. ભારતીય માછીમારોની બોટ પણ આવી રીતે સામેપાર જપ્ત કરાયેલી છે. જોકે આ બોટ કેવી સ્થિતિમાં છે તે હજુ સુધી બહાર આવ્યું નથી.
Post a Comment