ભારત વિકાસ પરિષદ દ્વારા રાપર ખાતે ગુરુ વંદના કાર્યક્રમ યોજાયો

ભારત વિકાસ પરિષદ દ્વારા રાપર ખાતે ગુરુ વંદના કાર્યક્રમ યોજાયો 

રાપર ખાતે આવેલ સરસ્વતી કન્યા વિદ્યાલય-રાપર મધ્યે ભારત વિકાસ પરિષદ દ્વારા ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો હતો..સામુહિક વંદે માતરમના ગાનથી શરૂઆત થઈ હતી.શાળા વતી આચાર્યશ્રી પન્ના બેન ગૌસ્વામી દિનાબેન સોલંકી અલપાબેન પટેલ ગંગા બેન દ્વારા સૌને આવકાર આપવામાં આવ્યો હતો.ભારત વિકાસ પરિષદ અને ગુરૂવંદન છાત્ર અભિનંદન પ્રકલ્પ અંગે વિસ્તૃત  દિનેશ સોનીએ કરી હતી. ગુરુશિષ્ય પરંપરા અને વર્તમાન સ્થિતિ અંગે સચોટ માર્ગદર્શન સંસ્થાના પ્રમુખ ડો.રાહુલ પ્રસાદે આપ્યું હતું.ઉપસ્થિત શિક્ષકોનું વિધાર્થીઓ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું તો શિક્ષકોએ પણ વિધાર્થીઓને આશિર્વાદ આપ્યા હતા. 

સંસ્થા દ્વારા દરેક શિક્ષકોનું તુલસીના રોપા અને પુસ્તક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.દરેક ધોરણમાં ઉચ્ચ ગુણાંક મેળવેલા વિધાર્થીનિઓનું  સન્માન કરવામાં આવ્યું હતું.માતા પિતા અને ગુરૂજનો પ્રત્યે આદરભાવ જળવાઈ રહે એ માટે દરેકને સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. ગુરૂવંદન છાત્ર અભિનંદન પ્રકલ્પ અને અહીં યોજાયેલા કાર્યક્રમ અંગે વિધાર્થીનિઓ  અને શિક્ષકોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા અને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. ઉપસ્થિત વિધાર્થીનિઓ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં સહભાગી બની હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન  નિલેશ માલીએ અને આભાર દર્શન ડો. દેવેન્દ્રગીરી ગોસ્વામીએ કર્યું હતું. સ્કૂલ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.સંસ્થાના ડો.કનુજી પરમાર, હરસુખભાઈ પ્રજાપતી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain