ભુજમાં યુવતીને નોકરીની લાલચ આપી યુવકે કારમાં દુષ્કર્મ આચર્યું

ભુજમાં યુવતીને નોકરીની લાલચ આપી યુવકે કારમાં દુષ્કર્મ આચર્યું 


યુવકે પોતાની હવસ મીટાવા માટે યુવતી ને બનાવ્યો શીકાર 

સતત સાત માસથી સતત બ્લેકમેઇલ કરતાં આરોપી સામે ત્રાસ આપવાનો ગુનો પોલીસ મથકે નોંધાવ્યો 

ભુજના હોસ્પિટલ રોડ પર રહેતી ૨૫ વર્ષીય યુવતીને નોકરીની લાલચ આપી યુવકે દુષ્કર્મ ગુજારી બ્લેકમેઇલ કરી છેલ્લા સાત માસથી શારિરીક માનસિક ત્રાસ આપતાં હોવાનુ બાર આવ્યુ 

મળતી માહિતી મુજબ તેમજ ભોગબનાર યુવતીની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, બનાવ છેલ્લા સાત માસથી આજ દિવસ સુધી બન્યો હતો. ભુજના અમનનગર ચાર રસ્તા પાસે આવેલી મેમણ કોલોનીમાં રહેતો મિરાજ અર્શદ મેમણ નામનો શખ્સ ફરિયાદી યુવતીને નોકરી અપાવી દેવાની લાલચ આપીને ફરિયાદી યુવતીને કારમાં પોતાના ઘરે લઇ ગયો હતો. જ્યાં યુવતીની મરજી વિરૂધ બળજબરી પૂર્વક શરીર સબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ ફરિયાદી યુવતીને બ્લેકમેઇલ કરીને અવાન નવાર આરોપી તેના ઘરની બહાર પોતાની પાર્ક કરેલી કારમાં યુવતી સાથે બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યો હતો. બી ડિવિઝન પોલીસે ભોગબનાર યુવતીની ફરિયાદ પરથી આરોપી સામે દુષ્કર્મનો ગુનો નોંધીને ઝડપી લેવા આગળની તપાસ હાથ ધરી છે - રીપોર્ટ બાય - મહેશ રાજગોર ભચાઉ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain