રાપર ખાતે રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સાઇઠ મા નેત્રનિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
રાપર માનવ સેવા એજ પ્રભુ સેવા ના સુત્ર ને વરેલી રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કચ્છ જિલ્લા ના તમામ તાલુકા મથકોએ જુદી જુદી તારીખ ના નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાય છે જેમાં જરુરતમંતો ને રાજકોટ ખાતે ટ્રસ્ટ ની હોસ્પિટલ ખાતે લાવી મોતીયા વેલ ના ઓપરેશન વિના મૂલ્યે કરી આપવામાં આવે છે અને ઓપરેશન બાદ લોકો ને પરત પણ મોકલવા મા આવે છે ત્યારે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર ખાતે દર મહિને ઓગણત્રીસ તારીખ ના દરીયાસ્થાન મંદિર ખાતે લોહાણા સમાજ અને દર વખતે જુદા જુદા દાતાઓ ના સહયોગ થી નિદાન સારવાર કેમ્પ ની તપાસણી કરવામાં આવે છે તે મુજબ આજે દાતા માતૃશ્રી લવીંગા બેન ચમનલાલ મગનલાલ મોરબીયા પરીવાર ના સહયોગ થી સાઇઠ મા નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં ડો.નિલેશભાઈ રાઠોડ અને રોનક ભાઈ રાઠોડ દ્વારા 225 લોકો ની તપાસણી કરી હતી જેમાં થી સિત્તેર જેટલા લોકો ના મોતીયા અને વેલ ના ઓપરેશન રાજકોટ ખાતે ટ્રસ્ટ ની હોસ્પિટલ ખાતે ઓપરેશન કરવામાં આવશે કેમ્પ દરમિયાન રસિક ભાઈ આદુઆણી દિનેશ ચંદે ઘનસુખ લુહાર પ્રભુલાલ રાજદે ભરત રાજદે ગોવિંદભાઈ ઠકકર શૈલેષ ભીંડે મોહન મારાજ નિલેશ કારીયા ડી..પી.રાઠોડ કિર્તી મોરબીયા લાલજી નાથાણી ડી.પી.રાઠોડ બળવંત મીરાણી ડાયાલાલ ઠાકોર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા
Post a Comment