રાજ્યમાં ચકચાર મચાવનાર સુરત બેંક લૂંટનાં ૪ આરોપીઓને ઉત્તર પ્રદેશથી ઝડપી લીધા :અજય તોમર

 રાજ્યમાં ચકચાર મચાવનાર સુરત બેંક લૂંટનાં ૪ આરોપીઓને ઉત્તર પ્રદેશથી ઝડપી લીધા :અજય તોમર 

પોલીસ કમિશનર અજય કુમાર તોમર, એડી.પોલીસ કમિશનર શરદ સિંઘલ, ડીસીપી રૂપલ સોલંકીના માર્ગ દર્શન અને એસીપી ભાવેશ રોજીયાના નેતૃત્વમાં  ઉત્તર પ્રદેશમાં લખનૌથી ચાર આરોપીને ઝડપી પાડ્યા દિશા હિંદ તપાસને આખરે મહેનત રંગ લાવી અશક્યને શક્ય બનાવતા ઠેર ઠેરથી અભિનદન

સુરતના વાંઝ ગામમાં બેંકમાં થયેલી લૂંટ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. વાંઝ ગામની બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં  લૂંટની ઘટના બની હતી. બેંકમાં થયેલી આ લૂંટની ઘટનાને લઈ સમગ્ર સુરત શહેરમાં ચકચાર મચી ગઈ હતી.  ક્રાઇમ બ્રાંચે  આ લૂંટ કેસમાં પડકારરૂપ ચાર લૂંટારુઓ ને ઉત્તરપ્રદેશના લખનઉથી ઝડપી પાડ્યા છે.  13.90 લાખમાંથી 1.30 લાખ રૂપિયા  જેટલી જ રોકડ  કબજે કરવામાં આવી છે. જ્યારે અન્ય લૂંટારુઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.   પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. 

ટેક્નિકલ સર્વેલન્સના આધારે તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.  લૂંટ બાદ પેહલા પલસાણા સંબંધીને ત્યાં રોકાયા હતા. મુખ્ય આરોપી વિપિન સીંગ ઠાકુર પર 32 થી 35 જેટલા ગુના નોંધાયેલા છે. ઉત્તર પ્રદેશમાં ગુંડા એક્ટ 2 વાર અગાઉ લગાવવામાં આવી હતી ગુજરાતના સુરતમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો.  ચલથાણ તેમજ વીઆઈપી રોડના જવેલર્સમાં પણ લૂંટ કરવાના હતા.  

સુરત શહેરમાં સચિન વિસ્તાર ખાતે આવેલા વાંઝ ગામની બેંક ઓફ મહારાષ્ટ્રમાં લૂંટની ઘટના બની હતી.  લૂંટારાઓ બે બાઈક પર આવ્યા હતા. આ  બાઈક ચોરીની હતી. લૂંટ કરવાના ઇરાદે આવેલા લૂંટારાઓ પહેલા ચોરીની બાઈક લઈ અને ત્યારબાદ બેંકમાં લૂંટની ઘટનાને અંજામ આપી ભાગી ગયા હતા. પાંડેસરા ખાતે આ બાઈક મૂકી રીક્ષાથી સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.  બેંકની અંદર લૂંટની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. સચિનના વાંજ ગામની બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ લૂંટારાઓ શહેર તરફ ભાગ્યા હતા. આરોપી લૂંટ કરી પાંડેસરા પિયુષ પોઇન્ટ પાસે આ બાઈક મૂકી રિક્ષામાં જતા રહ્યા હતા. ત્યારબાદ રેલ્વે સ્ટેશન પાસે પાંચમાંથી ત્રણ લૂંટરુઓ સીસીટીવીમાં કેદ થયા હતા. લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ  પોતાના કપડા પણ બદલી નાખ્યા હતા. 

સચિનના વાંજ ગામની બેંક ઓફ મહારાષ્ટ્રમાં બનેલી લૂંટની ઘટનામાં તપાસ કરી રહેલી પોલીસને જાણવા મળ્યું છે કે બેંકના એક પણ કર્મચારીઓએ લૂંટની ઘટના દરમિયાન પ્રતિકાર કરવાનો પણ પ્રયાસ કર્યો ન હતો. તમામ કર્મચારીઓ લૂંટારાઓ સામે સરેન્ડર થઈ ગયા હતા. આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. એટલું જ નહીં સિક્યુરિટી ગાર્ડ પણ નહોતો. બેંકની અંદર હિન્દી ભાષામાં વાત કરી રહ્યા હતા. જેથી પોલીસને અનુમાન હતું કે લૂંટારા હિન્દી ભાષી છે. યુપી કે બિહારના વતની હોવાના આધારે પણ પોલીસે તપાસ કરી હતી. ત્યારે હવે આ લૂંટ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. 

સુરત પોલીસે ઉત્તરપ્રદેશના લખનઉથી ચાર  આરોપીઓને ઝડપી લીધા છે. આ ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત પ્રવૃતિ ધરાવતા હતા. મુખ્ય આરોપી બીપીન સિંહ સોમેન્દ્રસિંહ ઠાકોર રહે અમેઠી પર અંદાજે 30થી 35  વધુ ગુનાઓ નોંધાયેલા છે. ઉત્તર પ્રદેશમાં તેની પર બે વખત અગાઉ ગુંડા એકટ દાખલ કરવામાં આવ્યું હતું બેંકમાં લૂંટના કેસમાં પોલીસે અરબાજ ખાન ગુજર, અનુજ પ્રતાપસિંહ ધર્મરાજસિંહ ઠાકોર, ફુરકાન એહમદ મોહમ્મદ  ગુજર ઝડપી પાડ્યા હતા તેમજ મુખ્ય આરોપી વિપિન સિંગ પહેલા સુરતમાં સાડીનો વેપાર કરતો હતો. પોલીસે ચારેય ગુનેગારોને ઝડપી પાડ્યા છે તેઓ પાસેથી પોલીસે એક દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કારતુસ તેમજ રોકડા રૂપિયા એક લાખ 30 હજાર મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 1,58,900 રૂપિયા નો મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા હતા ઉત્તર પ્રદેશના અમેઠી અને રાય બરેલી ખાતે ગુપ્તો ઓપરેશન પાર પાડ્યું હતું પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા સુરત ક્રાઇમબ્રાન્ચની ટીમને 1 લાખ રુપિયાનું ઇનામ આપવામાં આવ્યો હતો તેમ જ ક્રાઈમ બ્રાન્ચ ના ઓપરેશન પાર પાડનાર તમામ અધિકારી અને કર્મચારીઓને સાથેનો એક પોલીસ કમિશનરે ગ્રુપ ફોટો પણ પાડ્યો હતો જેથી કરીને તે અધિકારી અને કર્મચારીઓમાં ઉત્સાહ અને જોશ જોવા મળ્યો હતો

પોલીસ કમિશનર અજય કુમાર તોમર, એડી.પોલીસ કમિશનર શરદ સિંઘલ, ડીસીપી રૂપલ સોલંકીના માર્ગ દર્શન અને એસીપી ભાવેશ રોજીયાના નેતૃત્વમાં રાજકીય રીતે ખૂબ જાણીતા એવા રાયબરેલીમાં પીઆઇ જયરાજ સિહ ઝાલા તેમની  ટિમ મહેનત આખરે રંગ લાવી હતી જે દિશા વગરની આ લૂંટ પ્રકરણમાં પોલીસે સૌથી મહત્વનું સર્વલન્સ સાથે સીસીટીવી કેમેરા થી લૂંટારો સુધી પહોંચ્યા હતા અને અશક્ય અને શક્ય બનાવ્યું હતું જેને લઈને ક્રાઈમ બ્રાન્ચને આજે સુરત શહેર તેમજ રાજ્યભરમાંથી ઠેર ઠેર અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે સૌથી મહત્વની વાત એ છે કે ક્રાઈમ બ્રાન્ચમાં ડીસીપી રૂપલબેન સોલંકી જેવા અધિકારી  પોતાના સમય આવા બનતા ગંભીર ગુના ઉકેલવા સાથે  શહેરના ગુનાખોરી અટકાવવાનો પણ હોય છે તેમને પોતાનું કૌશલ્ય સાથે તપાસનો અનુભવ આજે સુરત ક્રાઈમ બ્રાન્ચ મળી રહ્યો છે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain