ભારત વિકાસ પરિષદ રાપર શાખા દ્વારા ટેલેન્ટ શો યોજાયો

 ભારત વિકાસ પરિષદ રાપર શાખા દ્વારા ટેલેન્ટ શો યોજાયો

ભારત વિકાસ પરિષદ રાપર શાખા દ્વારા જલારામ રઘુવંશી લોહાણા કન્યા છાત્રાલય મધ્યે  આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાયન, વકતૃત્વ, નૃત્ય, અભિનય, ચિત્ર વગેરે સ્પર્ધામાં 70 વિધાર્થીઓએ ભાગ લીધો હતો કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ રાપર શાખાના પ્રમુખ ડો રાહુલ પ્રસાદ,રાજેશભાઈ ચંદે,  વિપુલભાઇ ઠક્કર,  પારસ ઠક્કર, કિર્તિ રાજદે, ભરત રાજદે,નિલેશ માલી, ધર્મેન્દ્ર કચ્છી, મહાદેવભાઇ કાગ, સંજય ઠક્કર, કાન્તિભાઈ માલી, જયસુખ ઠક્કર વિષ્ણુભાઇ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. જજ તરીકેની સેવા ડો. પ્રતિમા કુમારી, કિરણબા જાડેજા, બિનિતા સાધુ,  દિનેશ  સોની, અરૂણ ગાવન્ડે, અંકિત ચંદેએ સભાળી હતી. 

ઇનામના દાતા ઠક્કર ચંદુલાલ પરસોત્તમભાઈ રાજદે પરિવાર રહ્યા હતાં. 1 થી 10 વર્ષના વિભાગમાં પ્રથમ પ્રસબ્ધી ગોસ્વામી, દ્રિતીય હેનીલ ત્રિવેદી તથા તૃતિય  રૂદ્ર ઠક્કર તેમજ 11 થી 20 વર્ષના વિભાગમાં પ્રથમ દિયા શર્મા, દ્રિતીય કાવ્યા સાધુ તથા તૃતિય રૂત્વા ઠક્કર તેમજ 21 વર્ષથી ઉપરના વિભાગમાં પ્રથમ કેતન રાજગોર, દ્રિતીય વિષ્ણુભાઇ સોલંકી તથા તૃતિય રોહિત રાજગોર રહ્યા હતાં.ચિત્રમાં પ્રથમ સહદેવ રાજગોર, દ્રિતીય અર્ચના ભૂષણ અને તૃતીય રક્ષા જાદવ રહ્યા હતાં.



0/Post a Comment/Comments

Stay Conneted

Domain