કચ્છ સુમરાસરની યુવતીએ ઇન્ડિયા બુકમાં સ્થાન મેળવ્યું
કચ્છની હસ્તકલા દેશ-વિદેશમાં પ્રખ્યાત છે, ત્યારે જિલ્લાના કારીગરની કળાને રાષ્ટ્રીય સ્તરે શિરપાવ મળ્યો છે. હસ્તકલાના સૌથી અઘરાં એવા સુફ ભરતકામને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળતાં કચ્છના ભરતકામની સુવાસ રાષ્ટ્રીય ફલક પર ફેલાઈ છે. મૂળ સુમરાસર (શેખ) અને ભુજ સ્થાયી એવા દીપ્તિબેન રાઠોડે સુફ વર્કમાં સર્ચ એન્જિન ગૂગલનો સૌથી મોટો લોગો 43 13 ઈંચનું બનાવીને તેમના નામે આ વિક્રમ અંકિત કર્યો હતો. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવવા માટે બનાવેલો લોગો નાની નાની વિવિધ ડિઝાઈન થકી બનાવાયો હતો.
Post a Comment