વર્ધમાન વિદ્યાલય,વર્ધમાનનગર(ભૂજોડી) માં ૭૭માં સ્વાતંત્ર્ય દિવસ ની ઉજવણી કરવામાં આવી

વર્ધમાન વિદ્યાલય,વર્ધમાનનગર(ભૂજોડી) માં ૭૭માં સ્વાતંત્ર્ય દિવસ ની ઉજવણી કરવામાં આવી.

ભુજ તાલુકાના વર્ધમાન નગર (ભુજૉડી ) ખાતે અજરામર ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

જેમાં ધ્વજવંદન વર્ધમાન નગર એસોસિયેશન ના  પ્રમુખ શ્રી રાહુલભાઇ મહેતાએ કર્યું હતું. આ દિવસે એસોસિશનના મંત્રી શ્રી હસુભાઈ વોરા ઉપસ્થિત રહ્યા હતા. 

શાળા નાં બાળકોએ આ મહામૂલા પર્વ એ દેશ ભક્તિના વિવિઘ કાર્યક્રમો સુંદર રીતે રજુ કરી સ્વાતંત્ર્ય પર્વ ની ઊજવણી ખુબ ઉલ્હાસ તેમજ આનંદ થી કરી હતી. શાળાના ડાયરેક્ટર શ્રી CA મહેન્દ્રભાઈ મોરબીઆ, અમદાવાદ થી સ્વાતંત્ર્ય દિવસનાં કાર્યક્રમની શુભેચ્છા પાઠવી હતી.

વર્ધમાન નગરના કારોબારી સભ્યો તેમજ  વાલીગણે હજાર રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.સમગ્ર કાર્યક્રમનુ માર્ગદર્શન આચાર્ય ગીતાબેન સોનીએ આપ્યું હતું. કાર્યક્રમ ને સફળ બનાવવા શાળાના સમગ્ર સ્ટાફ ગણે જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન  શિક્ષિકા ખુશ્બુબેન ઝવેરી તેમજ હેતલબેન હડિયાએ કર્યું હતું.આભારવિધિ આચાર્ય ગીતાબેન સોનીએ કરી હતી.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain