રાપર સહિત વાગડ વિસ્તાર હર હર મહાદેવ ના નારા સાથે ગુંજી ઉઠયો
ભગવાન ભોળાનાથ દેવાધિદેવ મહાદેવ ની આરાધના નો પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે ત્યારે પાંડવ કાલીન વિરાટ ભુમિ ગણાતા વાગડ વિસ્તારના રાપર તાલુકા મા અનેક પૌરાણિક શિવાલયો આવેલ છે જેમાં વાત કરી એ રામેશ્વર મહાદેવ કે જે ફલકુ નદી ના કિનારે બિરાજમાન છે આંઢવાળા તળાવ ના કિનારે રત્નેશ્ચર શંકરવાડી ખાતે આવેલ દુધેશ્ચર મહાદેવ. માલીચોક ખાતે આઠસો વર્ષ થી પણ પૌરાણિક અંકલેશ્વર મહાદેવ બિરાજમાન છે પોસ્ટ ઓફિસ પાસે આવેલ સ્મશાન ભુમિ પાસે જાગૃત મહાદેવ જાગેશ્ચર મહાદેવ આવેલ છે તો નગાસર તળાવ ના કિનારે નાગાબાવા એ હજારો વર્ષ પહેલાં સ્થાપના કરેલ નાગેશ્ચર મહાદેવ નુ મંદિર આવેલું છે તદ્ઉપરાંત બાદરગઢ નજીક વિથરોયશ્ચર ઝર ટપકેશ્ચર પાતાળેશ્ચર મંદિર પૌરાણિક આવેલ છે તો ગેડી મા ઉતરેશ્ચર બેલા મા બિલેશ્ચર મહાદેવ બિરાજમાન છે વિધ્યાંચલ ની પર્વત માળા એટલે નિલાગર આ નિલાગર ની પર્વતો ની વચ્ચે નિલાગર મહાદેવ બિરાજમાન છે ગેડી નુ ઉતરેશ્ચર બેલા નુ બિલેશ્ચર નિલાગર મહાદેવ તથા રાપર ના રામેશ્વર તથા નાગતર મહાદેવ ની પુજા પાંડવોએ કરેલી છે આમ વિરાટ નગરી તરીકે ઓળખ ધરાવતા વાગડ વિસ્તારના રાપર તાલુકા મા અનેક પૌરાણિક શિવાલયો આવેલ છે
પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન રાપર ઉપરાંત મુંબઈ ઉતર ગુજરાત દક્ષિણ ગુજરાતમાં વસતા વાગડ વાસીઓ શિવાલય ખાતે આવેલા મહાદેવ ના દર્શન કરવા નો લાભ લઈ રહ્યા છે પવિત્ર અને પાવન શ્રાવણ માસ દરમ્યાન વાગડ વિસ્તારમાં આવેલા મહાદેવ ના મંદિર ખાતે મેહુલ રૈયા મનુભાઈ રાજગોર ઉમેશ ભાઈ સોની ચાંદ ભીંડે મેહુલ જોશી જયંતિ ભાઈ રૈયા રાહુલ કારીયા કિશન કારીયા વાસુદેવ જોશી મહિપાલસિંહ ચાવડા સતિષ ભાઈ જેઠા દશરથસિંહ જાડેજા મહેશ પટેલ વશરામ ચૌધરી દશરથભાઈ મારાજ સુરેશભાઈ સોલંકી મનસુખ ભાઈ ઠક્કર ખીમજીભાઈ માળી ડાયાલાલ ચાવડા હેમગીરી ગૌસ્વામી નરેન્દ્ર માલી ધર્મેન્દ્ર કચ્છી નિલેશ માલી નવધણભાઈ કડ દિલીપ મિરાણી ચંદ્રકાંત મારાજ બલુભાઈ પરમાર સચિન ઠક્કર પિયુષ લુહાર વિગેરે શિવ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સવારે અને સાંજે શિવાલય મા આરતી સમયે ભારે ભીડ જોવા મળે છે
Post a Comment