ગે.કા હથિયાર (બંદુક) શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી ભચાઉ પોલીસ
મે પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડેર રેન્જ કચ્છ ભુજ તથા સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓ દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર હથીયારના કેસો શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.જી.ખાંભલા તથા ભચાઉ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે શબ્બીર કેશરભાઇ નારેજા રહે હિંમતપુરા વિસ્તાર ભચાઉ વાળો એક દેશી હાથ બનાવટની નાળ વાળી બંદુક લઇને ગણેશટીંબી સીમ વિસ્તારમાં ફરી રહેલ છે.જે બાતમી હકીકત આધારે પંચો તથા પોલીસ સ્ટાફ સાથે સદર હું બાતમી હકીકત વાળી જગ્યાએ જઇ મજકુર ઇસમને કોર્ડન કરી એક દેશીહાથ બનાવટની નાળ વાળી બંદુક સાથે પકડી લઇ તેના વિરૂધ્ધ આર્મ એક્ટ કલમ ૨૫(૧-બી)(એ) મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ.
પકડાયેલ આરોપી :- (૧) શબ્બીર કેશરભાઇ નારેજા ઉ.વ ૨૪ રહે હિંમતપુરા વિસ્તાર ભચાઉ
કબ્જે કરેલ મુદામાલ :- (૧) એક દેશી હાથબનાવટની નાળ વાળી બંદુક નંગ-૦૧ જે કી.રૂ ૨૦૦૦/- કુલે કી.રૂ.૨૦૦૦/-
આ કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના ઇ.પોલીસ ઇન્સ્પેકટર એસ.જી.ખાંભલા તથા ભચાઉ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
Post a Comment